શું દિવાળીના તહેવારમાં પર હપ્પુ અને બેની છોડશે જુગારની લત?
તહેવારો આપણા જીવનમાં કશું નવું કરવાનો અવસર હોય છે. આ દિવાળીમાં એન્ડટીવી તેમના શોમાં નઈ શુરૂઆત સાથે તેના દર્શકો માટે તહેવારની ખુશી લાવવા માટે સંપૂર્ણ સુસજ્જ છે. આમાં ઘર એક મંદિર- કૃપા અગ્રસેન મહારાજા કી, ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?, હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈનો સમાવેશ થાય છે.
ગેંડા અને અનુરાધા વચ્ચે અણબનાવ?
એન્ડટીવી પર ઘર એક મંદિર- કૃપા અગ્રસેન મહારાજા કીમાં વરુણ (અક્ષય મ્હાત્રે) જ્વેલરીનો નંગ પાછો આપી શકતો નહીં હોવાથી કોઈને પણ જાણ કર્યા વિના કુંદન અગરવાલ (સાઈ બલ્લાલ)ના લોકરમાંથી પૈસા કાઢીને ગ્રાહકને પાછા આપે છે. કુંદનને રોકડ નહીં જોવા મળતાં પ્રશ્ન પૂછે છે ત્યાકે વરુણ રમેશે ચોરી કર્યા હશે એવો આરોપ મૂકે છે.
જોકે ગેંડા (શ્રેણુ પરીખ) સચ્ચાઈ વાકેફ હોવાથી બધાની સામે તે કહે છે અને અનુરાધા (અર્ચના મિત્તલ) આ માટે તેને લાફો મારે છે. આ હાઈ વોલ્ટેજ ડ્રામા વિશે બોલતાં ગેંડા તરીકે જોવા મળતી શ્રેણુ પરીખ કહે છે, “ગેંડાને અન્ય પર ખોટો આરોપ લાગુ થવાથી નિરાશ થાય છે. આથી તે સચ્ચાઈ જાહેર કરવા માટે વરુણની વિરુદ્ધ જાય છે. જોકે તેની સાસુ અનુરાધા સાચું બોલવા માટે તેને તમાચો મારે છે.
અનુરાધા હંમેશાં ફરજપરસ્ત પત્ની રહી છે અને ક્યાંક વરુણને પણ ગેંડા પ્રત્યે લાગણીઓ પેદા થવાની અપેક્ષા છે. જોકે ગેંડા પરિણામની ચિંતા કર્યા વિના સચ્ચાઈની પડખે રહેવામાં માને છે. ગેંડા તેની સાસુ અને વરુણની અપેક્ષાઓમાં ખરી કઈ રીતે ઊતરશે? પરિવારમાં ઘણું બધું ચાલી રહ્યું છે ત્યારે દિવાળી અગરવાલ પરિવારમાં શું નઈ શુરૂઆત લાવશે?”
મિશ્રા- મિરઝાએ મનાવી ખુશીઓનો દિવાળી!
એન્ડટીવી પર ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?માં મિશ્રા (અંબરીશ બોબી) અને મિરઝા (પવન સિંહ) પાંચ લાખ રૂપિયાનો જેકપોટ જીતવા માટે કેટ ક્લબ દ્વારા આયોજિત દિવાળી સ્પેશિયલ સ્પર્ધામાં ભાગલે છે. બંને પરિવાર તેમની ઉજવણી અજોડ અને અનોખી કરવા માટે સ્પર્ધા કરે છે.
આ વાર્તા વિશે બોલતાં રમેશ પ્રસાદ મિશ્રા તરીકે જોવા મળતો અંબરીશ બોબી કહે છે, “સંપૂર્ણ સ્પર્ધા વચ્ચે બંને પરિવારોને ભાન થાય છે કે અસલી ખુશી તો આપવામાં છે. તેમના નોકરોને ભેટો આપીને અને અનાથ બાળકો સાથે તહેવારની ઉજવણી કરીને મિશ્રા અને મિરઝા દિવાળીનો અસલી અર્થ સમજે છે, જે આપણને પ્રાપ્ત થાય તે આપવામાં અસલી ખુશી છે. જીવનનો આ નવો બોધ મિશ્રા અને મિરઝા માટે નઈ શુરૂઆત છે, જે દર્શકો માટે વાર્તા મોજીલી અને મનોરંજન બનાવીને રહેશે. ”
શું દિવાળી પર હપ્પુ અને બેની છોડશે જુગારની લત?
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટનપલટનમાં આખા પરિવારની હપ્પુ (યોગેશ ત્રિપાઠી) પાસે માગણીઓની લાંબી યાદી છે. હપ્પુ અને બેની (વિશ્વનાથ ચેટરજી)ને ચિંતા થાય છે અને તેથી ઝડપથી નાણાં કમાવા માટે જુગાર રમવાની યોજના બનાવે છે. તેઓ જુગાર રમવા માટે ડો. ઉદાસ અને મનોહરને બોલાવે છે.
રાજેશ (કામના પાઠક) અને બિમલેશ (સપના સિકરવાર)ને તેમના પતિદેવોને જુગારની લત હોવાની જાણ થાય છે અને તેથી અમ્મા (હિમાની શિવપુરી)ની મદદથી તેમની જુગારની લત છોડાવવાનું નક્કી કરે છે. દિવાળીમાં આ રસપ્રદ વાર્તા વિશે બોલતાં રાજેશ તરીકે કામના પાઠક કહે છે, “ઝડપથી નાણાં કમાવા માટે કોઈ શોર્ટકટ નથી. જુગાર તેનો ઉત્તર નથી. જુગારની લત સામાજિક સમસ્યા છે.
રાજેશ અને બિમલેશ તેમના પતિઓને જુગાર રમતાં પકડી પાડે છે ત્યારે તેઓ ચિંતિત થાય છે અને પતિઓને પાઠ ભણાવવાનું અને ફરીથી પાટા પર લાવવાનું નક્કી કરે છે. આવું કરવામાં અમ્મા બંનેને તેમના પતિઓને તેમને પણ રમતમાં સહભાગી કરવા મનાવી લેવાનું સૂચન કરે છે. રાજેશ અને બિમલેશ હવે રમતમાં હપ્પુ અને બેની સાથે શરત લાગે છે ત્યારે મોજમસ્તી શરૂ થાય છે. વાર્તા પેટ પકડાવીને હસાવે તેવી છે. આ સાથે ખોટી આદતો છોડવા અને નવી શરૂઆત અને હકારાત્મકતા સાથે તહેવારો ઊજવવા માટે સંદેશ પણ આપે છે.”
દિવાળી પર વિભૂતિનો સફાઈનો વેપાર!
વિભૂતિ નારાયણ મિશ્રા (આસીફ શેખ)નું ભેજું કોઈ પણ વેપારી કરતાં ઝડપથી ચાલે છે, કારણ કે તે કોઈ પણ પળે નવા વેપાર વિચારો આપવાની તક ચૂકતો નથી. એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં અંગૂરી ભાભી (શુભાંગી અત્રે) અને અનિતા ભાભી (નેહા પેંડસે) તેમના પતિઓને દિવાળીની સાફસફાઈ કરવાનું શરૂ કરવા પૂછે છે.
આને તક તરીકે ઝડપી લેતાં વિભૂતિ ટીએમટી સાથે નવી સાફસફાઈ એજન્સી શરૂ કરે છે. વિભૂતિ નારાયણ મિશ્રા તરીકે આસીફ શેખ કહે છે, “દિવાળી નજીક હોવાથી વિભૂતિ અંગૂરી ભાભીને મોહિત કરવા માટે ટીએમટી સાથે ઘરની સાફસફાઈના નવાનક્કોર સાહસ સાથે તેની નઈ શુરૂઆત કરે છે. તે અંગૂરી ભાભીનું સફાઈકાર્ય હાથમાં લઈને આ કામ ટીએમટીને સોંપે છે. ડેવિડ અને હેલન ટીએમટીને ભરપૂર કામ કરાવે છે, પરંતુ વિભૂતિ એટલે વિભૂતિ, તે ટીએમટીને ઓછું વેતન આપતાં ધાંધલ મચી જાય છે.”