Western Times News

Gujarati News

દિવાળી પહેલા સરકાર બમણા પેન્શનની ગિફ્ટ આપી શકે છે

પ્રતિકાત્મક

નવી દિલ્હી: ઈપીએફઓના વ્યાપમાં આવતી સંગઠિત ક્ષેત્રની કંપનીઓને પોતાના કર્મચારીઓને ઈપીએફઆનો લાભ ઉપલબ્ધ કરાવવાનો હોય છે. ઈપીએફમાં એમ્પ્લોયર તથા અમ્લોપીઈ બંને તરફથી યોગદાન કર્મચારીના બેઝિક પગાર તથા ડીએના ૧૨-૧૨ ટકા હોય છે. કંપનીના ૧૨ ટકા યોગદાનમાંથી ૮.૩૩ ટકા એમ્લો  પેન્શન સ્કીમ ઈપીએસમાં જાય છે. સીએનબીસી આવાજને સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, ઈપીએફઆથી પેન્સનર્સને દિવાળી પર વધેલા પેન્શનની ભેટ મળી શકે છે.

સૂત્રો મુજબ, નાણા મંત્રાલય શ્રમ મંત્રાલયના મિનિમમ પેન્શનમાં વધારાના પ્રસ્તાવ પર સહમત થઈ ગયું છે. શ્રમ મંત્રાલયના પ્રસ્તાવ પર સહમતિના કારણે મિનિમમ પેન્શન બમણું કરવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. સૂત્રો મુજબ મિનિમમ પેન્શન ૧૦૦૦ રૂપિયાથી વધારીને ૨૦૦૦ રૂપિયા થઈ શકે છે. તેની પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝથી ૨૦૧૯માં મંજૂરી મળી હતી.

હવે સીબીટીની મિનિમમ પેન્શન ૨૦૦૦-૩૦૦૦ રૂપિયા કરવાની માંગ છે. પેન્શન બમણું કરવા પર સરકારના માથે ૨૦૦૦-૨૫૦૦ કરોડ રૂપિયાનું ભારણ વધશે. આ વધારાથી લગભગ ૬૦ લાખ પેન્શનરોને ફાયદો મળશે. નોંધનીય છે કે, પ્રાઇવેટ સેક્ટરથી સંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા કર્મચારીઓને પણ નિવૃત્તિ બાદ માસિક પેન્શનનો લાભ મળી શકે, તેના માટે એમ્પ્લોઇ પેન્શન સ્કીમ ૧૯૯૫ની શરૂઆત કરવામાં આવી હતી. ઈપીએફ સ્કીમ, ૧૯૫૨ હેઠળ એમ્પ્લોયર દ્વારા કર્મચારીના ઈપીએફમાં કરવામાં આવતા ૧૨ ટકા કોન્ટ્રીબ્યૂશનમાં ૮.૩૩ ટકા ઈપીએસમાં જાય છે. ૫૮ વર્ષની ઉંમર બાદ કર્મચારી ઈપીએસના પૈસાથી મન્થલી પેન્શનનો લાભ મેળવી શકે છે.

૧૦ વર્ષથી પહેલા સેવાના વર્ષ જેટલા ઓછા હશે એટલી ઓછી રકમ ને તમે એકસાથે ઉપાડી શકશો. ડેલોયટ ઈન્ડિયામાં પાર્ટનર સરસ્વતી કસ્તૂરીરંગન કહે છે કે ઇપીએફ સ્કીમથી એકસાથે ઉપાડની મંજૂરી ત્યારે જ મળે છે જો સેવાના વર્ષ ૧૦ વર્ષથી ઓછા છે. તમને પરત કરવામાં આવતી રકમ ઇપીએફ સ્કીમ ૧૯૯૫માં આપવામાં આવેલા ટેબલ ડી પર આધારિત રહેશે. ઈપીએફ સ્કીમ હેઠળ, નોકરી ગુમાવનાર સભ્યની પાસે પૂરી રકમ ઉપાડીને ખાતાને બંધ કરવાનો વિકલ્પ છે. ખાતાને બંધ કરવા (બે મહિનાથી વધુ સમય માટે બેરોજગાર રહેતા) પર ઇપીએફ અને ઇપીએફ ખાતું (શરત એ છે કે સેવાના વર્ષ ૧૦ વર્ષથી ઓછા હોય)થી એકસાથે પૂરી સકમ ઉપાડી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.