Western Times News

Gujarati News

દિવાળી પૂર્વે બજારમાં ફટાકડાની ખરીદી પુરજાેશમાં

નવા રંગરૂપ સાથે અવનવા ફટાકડા બજારમાં આવ્યા-ફટાકડા ૧પ થી ર૦ ટકા મોંઘા છતાં દિવાળીને લઈ લોકોમાં ભારે ઉત્સાહ

અમદાવાદ, દિવાળીના તહેવારોની ઉજવણી આડેહવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને કોરોનાની ત્રીજી લહેરનો ડર ઓછો થતાં જ બજારમાં ધૂૈમ ખરીદી નીકળી છે. બે વર્ષથી મંદીનો માર ઝીલી રહેલા ફટાકડાના વેપારીઓ પણખુશ છે. બજારમાં ફટાકડાની અનેક અવનવી સેંકડો આઈટમ વેચાણમાં નવા રંગરૂપ સાથે આજવી ચૂકી છે,

સાથે સાથે ફટાકડાનાં પેકિંગ પણ આકર્ષક બનાવાયા છે. કાચોમાલ અને ટ્રાન્સપોર્ટેશન મોંઘા થવાના પગલે ફટાકડાનાં ભાવ પણ ૧પ થી ર૦ ટકા વધી ગયા છે. છતાં લોકોમાં ફટાકડાની ખરીદીનો ઉત્સાહ છે. હવે જ્યારે જનજીવન રાબેતા મુજબ થયું છે ત્યારે લોકોમાં ઉત્સવ મનાવવાનો ઉમળકો જાગ્યો છે.

ફટાકડા બજારમાં અત્યારે તબજી પેન્સિલ, ક્રેકલિંગ, કોઠી, લાલ-લીલા કલરમાં ચકરડી સહિત અવનવા ફટાકડા શિવકાશીથી આવ્યા છ. વર્ષો પૂર્વે પ્રખ્યાત થયેલા તાજમહાલ ટેટા, લવિંગિયા, એસોર્ટેડ કાર્ટૂન,ઘ દેરાણી-જેઠાણી, હીરા, હીરા કોઠી, તારામંડળ સાદી ચકરડી, ફૂલઝડી, ફટકડી રોલ વગેરે ફટાકડા બજારમાં આવ્યા છે.

ફટાકડાના પેકિંગ પર અત્યા રસુધી ફિલ્મ એક્ટર અને એકટ્ર્‌સના ફોટા આકર્ષણનું કેન્દ્ર હતા. તેનું સ્થાન હવે મિકી માઉસ, કુદરતી સૌદર્ય, છોટા ભીમ, લેપટોપ, કમ્પ્યૂટર, મોબાઈલ, દુનિયાની અજાયબીઓએ લીધુેં છે. જમીન પર ફોડવામાં આવતા ફટાકડાનું સ્થાન હવે આકર્ષક આતશબાજીએ લીધું છે. ફટાકડા હવે માત્ર દિવાળીમાં જ ફોડવામાં નથી આવતા,

પરંતુ શુભ પ્રસંગો, ગણેશોત્સવ, ઉત્તરાયણ, વગેરેમાં પણ ફોડવાનો ક્રેઝ વધી રહ્યો છે. હાલમાં કેટલાક ઉત્પાદકો જૂના ફટાકડા ત્કરતાં ૩૦ ટકા ઓછા પ્રદૂષણ ફેલાવતા નવા ફટાકડા બનાવી રહ્યાં છે. આ વખતની દિવાળી ભલે તેજીવાળી ન હોય પરંતુ સાવ મંદીવાળી પણ નહીં રહે એવું મનાય છે. અત્યાર સુધી ચાઈનીઝ ફટાકડા બજારમા મોટા પાયે ઘૂસી જતા હતા,

જેમાં નવી વેરાઈટી સાથે ભાવ સ્થાનિક માર્કેટ કરતાં ઓછા હતા., પરંતુ હવે વેપારીઓ હવે પોતે જ ચાઈનીઝ ફટાકડા મંગાવતા નથી અને છૂટક વેપારીઓલ ડમ્પ થયેલો માલ વેચતા તે પણ હવે મહદઅંશે બંધ છે. શહેરમાં દર વર્ષે દિવાળીમાં અંદાજે ૧૦ કરોડના ફટાકડાનું વેચાણ થતું હોય છે. આ વર્ષે એ જળછાઈ રહેશે તેવો વેપારીઓને અંદાજ છે.

સામાન્ય રીતે નવરાત્રિ પૂરી થતાંની સાથે જ અમદાવાદમાં ફટાકડાના દુકાનો-સ્ટોલ શરૂ થઈ જતાં હોય છે. અને શરદ પૂનમ બાદ ફટાકડાનું વેચાણ શરૂ થઈ જતું હોય છે. પ્રદૂષણને ડામવા માટે અમદાવાદના ફટાકડા બજારમાં ગ્રીન ફટાકડા આવ્યા છે, તેના પર “નાઉ ગો ગ્રીન” લખેલું છે. અને સામાન્ય ફટાકડા કરતાં સહેજ મોંઘા છે. માર્કેટમાં આ પ્રકારના ફટાકડાનું વેચાણ હાલ ઓછું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.