દિવ્યપથ કેમ્પસ, મેમનગર ખાતે મેગા સાયન્સ ફેર ૨૦૧૯-૨૦ યોજાયો
દિવ્યપથ કેમ્પસ, મેમનગર ખાતે જિ સી ઈ આર ટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને શ્રી મહાલક્ષ્મી જીલ્લા શિક્ષણ અને તાલિમ ભવન અમદાવાદ ડીઇઓ કચેરી (ગ્રામીણ) અને તક્ષશિલા સંકુલના સહયોગથી મેગા સાયન્સ ફેર ૨૦૧૯-૨૦ યોજાયો હતો. આ પ્રદર્શન માં 65 થી વધુ શાળાઓએ ભાગ લીધો હતો અને આ બધી શાળાઓના બાળવિજ્ઞાનિકો એ વિજ્ઞાન,પર્યાવરણ અને ગણિત પર આધારિત 100 થી વધુ વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા ભવિષ્ય ના વૈજ્ઞાનિકો બનવા તરફ આગેકૂચ કરી હતી.
આદરણીય મુખ્ય અતિથિઓ શ્રી હર્ષદભાઇ પટેલ- કુલપતિશ્રી આઇ આઈ ટી ઇ, શ્રી મહેશભાઇ મહેતા – પરીક્ષા સચિવશ્રી , ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને શ્રી દર્શનભાઇ પટેલ- વૈજ્ઞાનિક ઈસરો એ હાજરી આપી બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
સંકુલના ઇતિહાસમાં પ્રથમ વખત, શાળાના સત્તાધીશોએ વિજ્ઞાનના ક્ષેત્રમાંથી 17 નિર્ણાયકોને આમંત્રણ આપેલ, જેમાં 12 જાજીસ એ પીચડી ની ઉપાધિ મેળવેલ હતી અને બે જાજીસ વૈજ્ઞાનિકો હતા તથા બાકીના ત્રણ સિનિયર શિક્ષકો હતા.
સાયન્સ ફેરની મુલાકાત લેનાર દરેક વ્યક્તિ આખી ઇવેન્ટના સંગઠન અને સંચાલન વિશેની પ્રશંસા કરી રહ્યા હતા. જુદી જુદી શાળાના બાળકોએ હાઈપરલુપ,ચંદ્રયાન, ગણિતના મોડેલ્સ, પર્યાવરણ ની રક્ષા કરવા ના મૉડલ્સ, રોબોટ ને લગતા મોડેલ્સ, સોલાર એનર્જી ને લગતા વિવિધ મોડેલ્સ,શહેર સ્વચ્છતા માટેના મોડેલ્સ,ચંદ્ર પર જવા લિફ્ટ,સાઇકલ થી ઉર્જા ઉત્પન્ન કરવાનું મોડેલ વગેરે મોડેલ્સ રજૂ કરી મુલાકાતીઓ ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.
ડીઇઓ શ્રી આર. આર. વ્યાસે કેટલાક પ્રોજેક્ટ્સની વ્યક્તિગત મુલાકાત લેવાનો સમય લીધો હતો. તેમણે વિદ્યાર્થીઓ દ્વારા કરેલ મહેનત અને પ્રયત્નોની પ્રશંસા કરી અને સાયન્સ ફેરને આટલી અસરકારક રીતે ચલાવવા માટે શાળાના સંચાલકોની પણ પ્રશંસા કરી એસ વી એસ સ્તરે વિજેતા પ્રોજેક્ટ હવે શહેર અને રાજ્ય કક્ષાએ આગળ જશે.