Western Times News

Gujarati News

દિવ્યાંગોને એકજ સ્થળે વધુ પ્રમાણમા જરૂરી જીવનસહાયક સાધનો પુરા પાડવાનું આયોજન

અમદાવાદ જિલ્લાના જરૂરતમંદ દિવ્યાંગોને જીવન સહાયક સાધનોની  આપૂર્તી ચકાસણી માટેનો કેમ્પ ૧૬થી ૨૨ ઓક્ટોબર યોજાશે

જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડેએ (Ahmedabad District Collector Dr. Vikrant Pandey) જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લાના જરુરતમંદ દિવ્યાંગોને (Physically challanged) જીવન-સહાયક સાધનોની આપૂર્તી માટેની ચકાસણી કરવા તા: ૧૬ થી ૨૨ ઓક્ટોબર દરમિયાન સવારે ૯:૦૦ કલાકથી સોલા સિવીલ (Sola Civil, ahmedabad) ખાતે તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે સાણંદ સી.એચ.સી. ખાતે  કેમ્પનું આયોજન (Camp organised at CHC Sanand for Ahmedabad District villages) કરવામાં આવ્યું છે.

અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર અને ‘એલીમ્કો’ (artificial limbs manufacturing corporation of India) ના સહયોગથી અમદાવાદ જિલ્લામાં વસતા  દિવ્યાંગોને ટ્રાઇસિકલ, મોબાઇલ, ચશ્મા સહિતની જરૂરી જીવન-સહાયક સાધનો એકજ સ્થળેથી મળે તેના આયોજન માટે જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં અને ‘એલીમ્કો’ના અધિકારીશ્રી રાજેશ દુબે, નિવાસી અધિક કલેક્ટર શ્રી હર્ષદ વોરા તેમજ અમદાવાદ જિલ્લાના આરોગ્ય અધિકારી, સમાજ કલ્યાણ અધિકારી સહિતના પદાધિકારિઓ ઉપસ્થિતીમાં બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં દિવ્યાંગોની સાથે વયોશ્રી યોજનાના લાભાર્થીઓને પણ આવરી લઇ તેમને પણ જરૂરી સાધનો પુરા પાડવામાં આવશે તેમ જણાવાયુ હતું. દિવ્યાંગોને સાધન સહાયનો વધુ પ્રમાણમાં લાભ મળે તે માટે અમદાવાદ જિલ્લાના તમામ તલુકા અધિકારિઓની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવી છે. આ કેમ્પનો વધુને વધું દિવ્યાંગજનો લાભ લઈ પોતાની જરૂરીયાત પ્રમાણેના સાધનો મેળવવા ચકાસણી કરાવવા જિલ્લા કલેક્ટરશ્રીએ ખાસ અપીલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.