Western Times News

Gujarati News

દિવ્યાંગ દંપત્તીને એટલી હદે પાડોશીઓએ હેરાન કર્યા કે દંપત્તી મરવા મજબુર બન્યા

સજોડે આત્મવિલોપન કરવા ટાઉન હોલે પહોંચતા પોલીસે કરી અટકાયત  

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા: એક બાજુ અરવલ્લી જીલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી થઈ રહી હતી બીજીબાજુ મોડાસા શહેરના બોરડી કુવા વિસ્તારમાં રહેતું દિવ્યાંગ દંપતીના પાડોશીઓએ ગેરકાયદેસર રીતે રસ્તામાં દબાણ કરતા અવર-જવરમાં મુશ્કેલી ઉભી થતા નિઃસહાય દિવ્યાંગ દંપતીએ આ અંગે મુખ્યમંત્રી, કલેકટર,મોડાસા નગરપાલિકા અને જવાબદાર તંત્રમાં વારંવાર લેખીત અને મૌખિક રજુઆત કરવા છતાં તંત્રએ આંખ આડે કાન કરતા છેલ્લા બે વર્ષથી ન્યાય માટે દર દર ભટકતા દિવ્યાંગ દંપતીને ન્યાય નહિ મળતા આખરે મોડાસા ટાઉનહોલ માં યોજાઈ રહેલ મહિલા ઉતકર્ષ કાર્યક્રમ પહેલા આત્મવિલોપન કરવા પહોંચતા દિવ્યાંગ દંપતિ આત્મવિલોપન કરે તે પહેલા પોલીસે સમયસૂચકતા વાપરી દિવ્યાંગ દંપતીની અટકાયત કરી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસાના બોરડી કુવા વિસ્તારમાં રહેતા અને ખાનગી સ્કૂલમાં ક્લાર્ક તરીકે અલ્પાબેન આશુ ભાઈ પંજવાણી તેમના પતિ સાથે રહે છે પતિ-પત્ની દિવ્યાંગ હોવાથી પારાવાર મુશ્કેલીઓ વચ્ચે પણ ખુશીથી જીવનનિર્વાહ ચલાવી રહ્યા હતા

ત્યારે પાડોશીઓને દિવ્યાંગ દંપતીની ખુશી જીરવાઈ નહિ કે પછી અગમ્ય કારણોસર દંપતીના પાડોશીઓએ રસ્તા પર ચોકડીઓ બનાવી ગેરકાયદેસર રીતે દબાણ કરતા દિવ્યાંગ દંપતિનું વાહન પસાર થવામાં ભારે મુશ્કેલી પડતા અને પાડોશીઓને દિવ્યાંગ દંપતીએ તેમને અવર-જ્વરમાં પડતી મુશ્કેલી અંગે રજુઆત કરતા પાડોશીઓ પાડોશી ધર્મ નિભાવવાના બદલે દિવ્યાંગ દંપતીની ટીખળ કરવાનું ચાલુ કરતા ઉલ્ટા ચોર કોટવાલ કો ડાન્ટે જેવી સ્થિતી નિર્માણ થતા પાડોશીઓએ પાણી ઢોળવાનું અને વધુ દબાણ કરતા

આ અંગે દિવ્યાંગ દંપતીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી,જીલ્લા કલેકટર અને નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને વારંવાર લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા રસ્તા પર દબાણ તોડવા અંગે અને સ્થળ સ્થિતીનું નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે મુલાકાત કર્યા બાદ દબાણ હટાવવાનું આશ્વાસન આપ્યા બાદ પણ દબાણ દૂર નહિ કરતા દિવ્યાંગ દંપતીએ આવી દોજખ ભરી જીંદગી કરતા મોત સારું આત્મવિલોપન કરવાનું મન બનાવી લઈ મોડાસા ટાઉન હોલ ખાતે આત્મવિલોપન માટે પહોંચતા મોડાસા ટાઉન પોલીસે દિવ્યાંગ દંપતીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અલ્પાબેન પંજવાણીએ નગરપાલિકા સત્તાધીશો અને તંત્ર તેમના પાડોશીઓ સામે નતમસ્તક થઈ ગયું હોવાની સાથે જાહેર રસ્તા પર ગેરકાયદેસર દબાણ કરવા છતાં નગરપાલિકા સહીત સરકારી તંત્ર તેમના પાડોશીઓને છાવરતુ હોવાનો આક્ષેપ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.