દિવ્યાંગ બાળકોના શિક્ષણ અંગે આગામી દસ્તાવેજી ફિલ્મનું શૂટિંગ કરાશે
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) વિજયનગર તાલુકામાં બી.આર .સી. ભવન ખાતે દિવ્યાંગ બાળકો ના શિક્ષણ અને સરસવ જુથ પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકો માટેની ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓ ,દિવ્યાંગ બાળકો માટેના આવેલા ક્લસ્ટર રિસોર્સ રૂમ,
સામાન્ય બાળકો સાથે દિવ્યાંગ બાળકોના શિક્ષણ ,સમાવેશી શિક્ષણ ની બાબતો અંગે સરકારના શિક્ષણ વિભાગ ધ્વારા આગામી ૧૧ અને ૧૨ એપ્રિલે દસ્તાવેજી ફિલ્મ નું શૂટિંગ થનાર છે તે અનુસંધાને રાજય ની ટિમ સાથે સાબરકાંઠા જિલ્લાના ધી ગાર્ડિયન એન્જલ એવોર્ડ મેળવેલ છે તેવા જિલ્લાના આઈ.ઇ.ડી.કો.શ્રી કીર્તિસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું .