Western Times News

Gujarati News

દિવ્યાંગ બાળકો માટે CSR એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા માટે વેબિનારનું આયોજન

કૌશલ્ય તાલીમ દ્વારા CSR શિક્ષણ મારફતે મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવો -સુનિતા મીણા, ડીસીપી, જયુપર નોડલ ઓફિસર (નિર્ભયા સ્ક્વેડ)

જયપુર, દેશમાં પોલિયો અને જન્મજાત વિકલાંગતા ધરાવતા દિવ્યાંગ લોકો માટે સેવાભાવી હોસ્પિટલો ધરાવતી સેવાભાવી સંસ્થા નારાયણ સેવા સંસ્થાએ  ‘દિવ્યાંગ લોકો અને બાળકો માટે સીએસઆર એજ્યુકેશન’ને પ્રોત્સાહન આપવા માટે એક વેબિનારનું આયોજન કર્યું હતું.

આ વેબિનાર પાછળનો ઉદ્દેશ શિક્ષણ પર કોવિડ-19 મહામારીની અસરને સમજ વિકસાવવાનો તથા દિવ્યાંગ બાળકો અને વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક અવસ્થામાં સામાજિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો હતો. મહામારી વચ્ચે ઘણી બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ), મોટી અને નાની એમ બંને ઉદ્યોગસંસ્થાઓ નિઃશુલ્ક ભોજન, માસ્ક અને પરિવરન તથા હોસ્પિટલ સુવિધાઓ પ્રદાન કરીને વંચિત સમુદાયની મદદ કરવા આગળ આવી હતી. વેબિનારમાં વિશિષ્ટ વક્તાઓ સામેલ થયા હતા,

જેમણે ઉપયોગી સૂચનો કર્યા હતા. તેમાં એડિશનલ ડીસીપી જયપુર નોડલ ઓફિસર સુશ્રી સુનિતા મીણા (નિર્ભયા સ્ક્વેડ), આઇઆઇએચએમઆર યુનિવર્સિટીના પ્રોફેસર તથા અમેરિકાની જોહન હોપ્કિન્સ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ હેલ્થ વિભાગના એડજંક્ટ ફેકલ્ટી ડો. ગૌતમ સાધુ, એટીસીએસ ઇન્ડિયાના ડિલિવરી ડાયરેક્ટર અને એચઆર હેડ અમિત કાનૂનગો, નારાયણ સેવા સંસ્થાનના પ્રેસિડન્ટ પ્રશાંત અગ્રવાલે દિવ્યાંગજનો અને બાળકો માટે સીએચઆસ શિક્ષણ પર વાત કરી હતી.

એડિશનલ ડીસીપી જયપુર નોડલ ઓફિસર (નિર્ભયા સ્ક્વેડ) સુનિતા મીણાએ કહ્યું હતું કે, “કોરોના મહામારી વચ્ચે કેટલીક કંપનીઓ સામાજિક સંસ્થાઓ સાથે જોડાણમાં ઘણા અભ્યાસક્રમો ચલાવે છે, પણ આ પ્રકારની સંસ્થા સાથે જોડાણ પાયાના સ્તરે તાલીમનો ભાગ બનાવવો જોઈએ.

સીએસઆર શિક્ષણને ધ્યાનમાં રાખીને નાનાં નગરો અને ગામડાઓમાં યુવતીઓ/મહિલાઓ વચ્ચે ઉદ્યોગસાહસિકતાઓ વિકસાવવા ડિજિટલ સ્કિલ ટ્રેનિંગને સંગઠિત સ્વરૂપ આપવું જોઈએ. આ કાર્યક્રમો યુવાન મહિલાઓને નેટવર્ક ઊભું કરવા તથા તેમની ગાઢ મિત્રો અને સમુદાયની મહિલાઓમાં કુશળતા વિકસાવવા પર કેન્દ્રિત હોવા જોઈએ.”

નારાયણ સેવા સંસ્થાના પ્રેસિડન્ટ પ્રશાંત અગ્રવાલે કહ્યું હતું કે, “સરકાર અને અગ્રણી સંસ્થાઓ મૂલ્યો સ્થાપિત કરીને, કારકિર્દી સાથે શ્રેષ્ઠ નિર્ણયો લેવાની પ્રક્રિયાઓ દ્વારા સીએસઆર શિક્ષણમાં વૈચારિક વાતાવરણ વધારવા મદદ કરે છે. કોવિડ-19માં આગામી પેઢીઓ માટે સસ્ટેઇનેબિલિટી, રિસ્પોનેસિબિલિટી (જવાબદારી) અને એથિક્સ (નૈતિકતા)ને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ટૂંકા અને લાંબા ગાળાના કાર્યક્રમો મારફતે સીએસઆર શિક્ષણ ક્ષેત્ર ક્ષેત્રમાં તાલીમબદ્ધ વ્યવસાયિકોની ઉપલબ્ધતા વધારશે.”

એટીસીએસ ઇન્ડિયાના ડિલિવરી ડાયરેક્ટર અને એચઆર હેડ શ્રી અમિત કાનૂનગોએ કહ્યું હતું કે, “વંચિત અને દિવ્યાંગ બાળકોના પડકારોનું સમાધાન કરવું મહત્વપૂર્ણ છે, જેમને અનુક્રમે અભણ અને ઓછા સાક્ષર ગણવામાં આવે છે. આ પ્રકારના બાળકોને વિકસાવવા માળખાગત સુવિધા સાથે ઇકોસિસ્ટમ વિકસાવવી એટલી મહત્વપૂર્ણ છે. પાયાના સ્તરે કામ કરતી એનજીઓ સાથે જોડાણ કરીને આઇટી કન્સલ્ટન્સીએ શૈક્ષણિક કાર્યક્રમો, કૌશલ્ય વિકાસ, ગ્રામીણ વિસ્તારોના બાળકોની ઇચ્છાઓ દર વર્ષે પૂર્ણ કરવી, નાણાકીય સહાય વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.”

આઇઆઇએચએમઆર યુનિવર્સિટીના પ્રોફેસર તથા અમેરિકાના જોહન્સ હોપ્કિન્સ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ હેલ્થ વિભાગના એડજંક્ટ ફેકલ્ટી ડો. ગૌતમ સાધુએ નારાયણ સેવા સંસ્થાના ઉદાત્ત કાર્યોની પ્રશંસા કરીને કર્મચારીઓની વફાદારી અને એને વધારે સમય જોડી ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તા વધારવાની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ફાયદા સમજાવ્યાં હતાં.

તેમણે કહ્યું હતું કે, “કંપની ધારા 2013 તથા દિવ્યાંગ લોકો અને બાળકો માટે સતત વિકાસ લક્ષ્યાંક વ્યવસાયની આર્થિક વિકાસ માટે નૈતિક વ્યવહાર અને પ્રદાન કરવાની કટિબદ્ધતા જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તો વર્કફોર્સ અને તેમના પરિવારજનો અને સ્થાનિક સમુદાય અને સમાજના જીવનની ગુણવત્તા સુધારવા પર ભાર મૂકે છે.

કંપની બિલ 2013ની કલમ-135 મુજબ, કોર્પોરેટ ક્ષેત્રએ છેલ્લાં ચાર વર્ષમાં આશરે રૂ. 50,000 કરોડનો ખર્ચ કર્યો છે. કોવિડ-19 મહામારીના ગાળા દરમિયાન પીએમ કેર ફંડ અને સીએમ રિહેબિલિટેશન ફંડમાં પણ તેમણે પ્રદાન કર્યું છે. તેમનું સંશોધન સીએસઆર અંતર્ગત રાજ્યમુજબ પ્રાપ્ત થયેલા ફંડને,

સીએસઆર ખર્ચ કરનાર ટોચની 20 કંપનીઓ પણ સૂચવે છે.તેનું વિશ્લેષણ દર્શાવે છે કે, સીએસઆર અંતર્ગત મહત્તમ કાર્ય SDG-4 SDG-1, SDG-3 અને SDG-6થયું છે, જે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે, ગરીબી નાબૂદી માટે, હેલ્થકેર અને જળ, સેનિટેશન અને સ્વચ્છતા પર થયું છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.