દિવ્યાંગ વિદ્યાર્થીઓના રાઇટર્સને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા
– અમદાવાદ ખાતે કરકે દેખો અચ્છા લગતા હૈ ગૃપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ , જે તમારા વિચારો છે. જે તમારી નિયત છે. એ જ તમને બધા થી અલગ બનાવે છે. આવા જ અલગ લોકો માટે અમદાવાદના કરકે દેખો અચ્છા લગતા હૈ ગૃપ દ્વારા અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિસ્વાર્થ ભાવે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ના પેપર લખે છે,
એસાઇનમેન્ટ લખે છે, સાંભળી ને સમજી શકે એના માટે પુસ્તક ને અવાજ માં રેકોર્ડ કરે છે. બીજા શબ્દો માં કહીએ તો એ દિવ્યાંગ વિદ્યાર્થીઓની આંખો બને છે. કરકે દેખો અચ્છા લગતા હૈ ગ્રુપ દ્વારા આવા રાઇટર્સ ને બિરદાવવા માટે કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા ૪૦ થી વધારે રાઇટર્સ ને સર્ટીફીકેટ અને ગીફટ આપી સન્માનિત કર્યા હતા.
કરકે દેખો અચ્છા લગતા હૈ ના તૃપ્તિ ચૌહાણ અને રાજ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમે ખૂબ જ ધમાલ અને મસ્તી કરી. ગેમ્સ રમ્યા, ડાન્સ કર્યો, સાથે જમ્યા. એવુ લાગતુ જ નહોતું કે બધા પહેલી વખત મંળતા હતા. એવુ લાગ્યુ કે એક પરિવાર હોય. બધા એ દિલ થી મજા કરી. અમે દિલ થી આભારી આભારી છીએ એ લોકોના જેમની હાજરી હંમેશા અમને વધુ સારુ કામ કરવાની પ્રેરણા આપે છે.