Western Times News

Gujarati News

બિગ બોસ OTTની વિજેતા દિવ્યા અગ્રવાલનું થઈ ગયું બ્રેકઅપ, જાણો કારણ

Photo:Twitter

મુંબઇ, રિયાલિટી ટીવી કપલ વરુણ સૂદ અને દિવ્યા અગ્રવાલનું બ્રેકઅપ થઈ ગયું છે. ‘બિગ બોસ ઓટીટી’ની વિજેતા દિવ્યાએ ઈન્સ્ટાગ્રામ પર બોયફ્રેન્ડ વરુણથી અલગ થઈ હોવાની જાહેરાત કરી હતી. વરુણ અને દિવ્યાના બ્રેકઅપની ખબર જાણીને ફેન્સનું દિલ તૂટી ગયું છે.

કેટલાય સેલિબ્રિટીઝને પણ બંનેના બ્રેકઅપ વિશે જાણીને ઝટકો લાગ્યો હતો. જાેકે, આ પોસ્ટમાં દિવ્યાએ કહ્યું છે કે વરુણ હંમેશા તેનો બેસ્ટફ્રેન્ડ રહેશે. દિવ્યા અગ્રવાલે લાંબી પોસ્ટમાં લખ્યું, જિંદગી સર્કસ છે! તમે બધાને ખુશ કરવાનો પ્રયાસ કરો છો,

કોઈ અપેક્ષા નથી રાખતાં એ સાચું છે પણ જ્યારે પોતાના માટે પ્રેમ ઘટવા લાગે ત્યારે શું? મારી સાથે જે થઈ રહ્યું છે તેના માટે હું કોઈને પણ દોષ નથી આપી રહી. હું ઉદાસ છું પણ કંઈ વાંધો નહીં. હું મારી જાત માટે શાંતિથી શ્વાસ લેવા અને જીવવા માગુ છું.

એમાં કંઈ વાંધો નથી. વરુણ હંમેશા તેનો બેસ્ટફ્રેન્ડ રહેશે તેમ જણાવતાં દિવ્યાએ આગળ લખ્યું, હું સત્તાવાર રીતે જાહેર કરું છું કે હવે હું મારા રસ્તે છું અમે મારું જીવન મારી રીતે જીવીશ. મારે જેમ જીવવું હતું તેમ જીવવા માટે સમય કાઢવા માગુ છું.

કોઈ ર્નિણય માટે હંમેશા મોટા નિવેદનો, કારણો કે બહાના આપવાની જરૂર નથી હોતી. રિલેશનશીપમાંથી બહાર નીકળવાનો ર્નિણય મારો હતો. તેની સાથે વિતાવેલી દરેક સુખદ ક્ષણ અને પ્રેમનું મારા માટે ખૂબ મહત્વ છે. તે ખૂબ સારો વ્યક્તિ છે. તે હંમેશા મારો બેસ્ટફ્રેન્ડ રહેશે?? મહેરબાની કરીને મારા ર્નિણયનું માન રાખજાે. દિવ્યાની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને ફેન્સ નિરાશા વ્યક્ત કરી રહ્યા છે.

તેઓ સ્વીકારવા તૈયાર નથી કે દિવ્યા અને વરુણ હવે કપલ નથી. કેટલાક ફેન્સે તો બંનેને ફરી સાથે આવવાની આજીજી પણ કરી છે. કિશ્વર મર્ચન્ટ, ઝીશાન ખાન જેવા સેલેબ્સે દિવ્યા અને વરુણ બંનેને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના આપી છે.

આ પોસ્ટ ઉપરાંત દિવ્યાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો શેર કરીને વરુણનો આભાર માન્યો હતો. દિવ્યાએ લખ્યું, “દરેક બાબત માટે આભાર વરુણ. આપણે હંમેશા સારા મિત્રો રહીશું.” આ મુદ્દે વરુણની હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.