દિવ્યા-પ્રતીક કરણ જાેહરનાં શોમાં પહેલાં દિવસે ઝઘડ્યા

મુંબઈ: બિગ બોસ ઓટીટીની શરૂઆત થઇ ગઇ છે. આ વખતે કરન જાેહર રિયાલિટી શોને હોસ્ટ કરતો નજર આવે છે. શોની આ વખતની સિઝન અંગે દર્શકો વચ્ચે ખુબજ ચર્ચા રહી. હવે જ્યારે તમામ સ્પર્ધકો ઘરમાં એન્ટ્રી કરી ચુક્યાં છે તો તેમનાં વચ્ચે ઘમાસાણ પણ શરૂ થઇ ગયુ છે. અંદર જતા જ પગેલાં જ દિવસે બે સ્પર્ધકો વચ્ચે બબાલ થઇ ગઇ. જે જાેયા બાદ ઘરનાં બાકી સભ્યો પણ પરેશાન છે. આ બંને સ્પર્ધક છે દિવ્યા અગ્રવાલ અને પ્રતિક સેહજપાલ જેમની વચ્ચે પહેલાં જ દિવસથી બબાલ જાેવા મળી. ઘરમાં એન્ટ્રી લેતા પહેલાં જ હોસ્ટ કરન જાેહરની સામે દિવ્યા અગ્રવાલ અને પ્રતીક સેહજપાલ વચ્ચે બબાલ થઇ ગઇ હતી
જ્યારે તેમણે ઘરમાં એન્ટ્રી લીધી તો પણ આજ રિત ચાલુ રહી. ઘરની અંદર પણ બંનેની તૂ તૂ મે મે ચાલુ જ હતી. શોમાં એન્ટ્રી લીધાનાં થોડા સમય બાદ દિવ્યાએ પ્રતીકને જાેતા જ ક્હયું કે તે ગત શોમાં સાથે કામ કરી ચુક્યાં છે. પ્રતીકને આ વાત અજીબ લાગી અને તેણે બધાની સામે કહ્યં કે, તે દિવ્યાને ન મળ્યો છે ન ક્યારેય વાત કરી હતી. અને ન તો તેણે ક્યારેય તેનો ફોન ઉપાડ્યો છે. પછી તેનો આવું કહેવાનો શું અર્થ છે.? આ બાદ જ્યારે બંને ઘરમાં દાખલ થયા
આ બંને વચ્ચે ખટપટ શાંત ન થઇ. અહીં દિવ્યા અન્ય સ્પર્ધકની સાથે પ્રતીક સેહજપાલ અંગે વાત કરતી નજર આવી છે. જેનાં પર પ્રતીક તેની સાથે ઝઘડતો નજર આવે છે. જાેત જાેતામાં બને વચ્ચે ઝઘડો એ હદે વધી જાય છે કે દિવ્યા પ્રતીકને બધાની સામે ગાળો ભાંડવા લાગે છે. દિવ્યા ગાળી આપવા પર પ્રતીકને ગુસ્સો આવે છે અને તે તેનું બધુ ભોજન ફેંકી દે છે. જે બાદ રાકેશ બાપટ, કરન નાથ સહિત બાકીનાં સ્પર્ધકો પ્રતીકને દિવ્યાથી દૂર કરે છે. તેમનાં વચ્ચેનો ઝઘડો શાંત કરાવવાનો પ્રયાસ કરે છે. આપને જણાવી દઇએ કે, પ્રતીક સેહજપાલ અને દિવ્યા અગ્રવાલ એક્સ બિગ બોસ સ્પર્ધક અને ટીવી પ્રોડ્યુસર વિકાસ ગુપ્તાનાં શો એમટીવી એસ ઓફ સ્પેસનો ભાગ રહી ચુક્યાં છે.