Western Times News

Gujarati News

દિવ્યા ભારતી મોતના કેટલાંક કલાકો પહેલાં ખૂબ ખુશ હતી

મુંબઈ: ૫ એપ્રિલ ૧૯૯૩,સફળતાના ટોચ પર પહોંચેલી અભિનેત્રીના અચાનક મૃત્યુથી દેશવાસીઓને મળ્યો હતો મોટો ઝટકો. બોલીવુડમાં આજે ૮૦ અને ૯૦ના દાયકાની અભિનેત્રીઓને યાદ કરવામાં આવે તો માધુરી દીક્ષિત, જૂહી ચાવલા, કાજાેલ, કરિશ્મા કપૂર, દિવંગત અભિનેત્રી શ્રીદેવી તમારી આંખો સમક્ષ આવી જાય ત્યારે આજે પણ એક એવી અભિનેત્રીને ફિલ્મને યાદ કરીએ જેને ફિલ્મ રસીકો ક્યારેય ભૂલી શકશે નહીં. આ અભિનેત્રી છે દિવ્યા ભારતી… દિવ્યા ભારતીના રહસ્યમય મોતને ૨૮ વર્ષ પૂર્ણ થઈ ગયા પરંતું આ જાજરમાન અભિનેત્રી આજે પણ લોકોના હ્રદયમાં વસે છે.

માત્ર ૧૬ વર્ષની ઉમરે દિવ્યા ભારતીએ ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. દિવ્યા ભારતીએ માત્ર ૧૯ વર્ષની ઉમરે દુનિયાને અલવિદા કીધુ હતું. દિવ્યા ભારતીના અચાનક મૃત્યુના સમાચારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આઘાતમાં મૂકી દીધી હતી. ૫ એપ્રિલે દિવ્યા ભારતીની ડેથ એનિવર્સરી હોય છે. દિવ્યા ભારતીનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૯૭૪માં થયો હતો અને ૫ એપ્રિલ ૧૯૯૩ના દિવસે તેના ફ્લેટની અગાસીમાંથી તે નીચે પડી ગઈ હતી અને તેનું મોત થયુ હતું. ફિલ્મ નિષ્ણાતોના અનુસાર દિવ્યાનું મૃત્યુ મુંબઈના વર્સોવા વિસ્તારમાં આવેલા એક પાંચ માળના અપાર્ટમેન્ટમાંથી નીચે પડી જવાથી થયું.

ઘણા લોકોએ દિવ્યાના મોતને આપઘાત ગણાવ્યું તો કોઈએ ષડયંત્ર ગણાવ્યું. દિવ્યા ભારતી મૃત્યુ કેસની ફાઈલ પોલીસે વર્ષ ૧૯૯૮માં બંધ કરી દીધી હતી. દિવ્યા ભારતીએ બોલિવૂડમાં વર્ષ ૧૯૯૨માં ‘વિશ્વાત્મા’ ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. ‘સાત સમુંદર પાર’ ગીતથી દિવ્યા રાતોરાત સ્ટાર બની ગઈ. દિવ્યા ભારતના નિર્દોષ ચહેરાના લાખો દિવાના હતા.

આ ગીત થયા બાદ દિવ્યાને ૧૦ જેટલી ફિલ્મો મળી ગઈ. દિવ્યાએ તેની કારકિર્દીમાં દિવાના, બલવાન, દિલ આશના હૈ, દિલ હી તો હૈ, રંગ, શોલા ઔર શબનમ જેવી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કરી લાખો લોકોના દિલ જીત્યા. દિવ્યા ભારતીની રિષી કપૂર અને શાહરૂખ ખાન સાથેની જાેડી સુપરહિટ રહી. દિવ્યા ભારતીએ માત્ર ૧૨ હિન્દી ફિલ્મો કરી પરંતું ૧૨ ફિલ્મોએ તેને સ્ટાર બનાવી દીધી. દિવ્યાએ તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. દિવ્યા ભારતીનું મૃ્‌ત્યુ થયું તેના એક વર્ષ પહેલા દિવ્યાએ સાજીદ નડિયાદવાલા સાથે લગ્ન કર્યા હતા. કહેવાય છે કે દિવ્યા ગોવિંદા સાથેની શોલા ઔર શબનમ ફિલ્મનું શુટિંગ કરી રહી હતી. ગોવિંદાએ પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા સાથે દિવ્યાની મુલાકાત કરાવી હતી. બંને વચ્ચે પ્રેમ થયો અને ત્યારબાદ લગ્ન કરી દીધા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.