દિશાના રિયલ અને રીલ લાઈફ લગ્નમાં ખાસ કનેક્શન
મુંબઈ, ટેલિવિઝન એક્ટ્રેસ દિશા પરમારે રિયલ લાઈફમાં સિંગર રાહુલ વૈદ્ય સાથે લગ્ન કર્યા છે. ૧૬ જુલાઈ ૨૦૨૧ના રોજ રાહુલ અને દિશા લગ્નગ્રંથિથી જાેડાયા હતા. દિશા હાલ ટીવી સીરિયલ ‘બડે અચ્છે લગતૈ હૈ ૨માં જાેવા મળે છે. સીરિયલમાં પ્રિયાનો રોલ કરતી દિશાના રામ (એક્ટર નકુલ મહેતા) સાથે લગ્ન થયા છે. ત્યારે દિશા પરમારના રિયલ અને રીલ લગ્નમાં સામ્યતા છે.
બંને લગ્નો વિશેની સમાનતા અંગે વાત કરતાં દિશાએ કહ્યું, મારા રીલ લગ્નમાં મારું પાત્ર ગિશા સાદગીથી લગ્ન કરે છે અને તેને લગ્ન કરવામાં રસ પણ નથી હોતો. તેણે આ લગ્ન માત્ર તેના પરિવાર માટે કર્યા છે. જ્યારે મારા રિયલ લાઈફ લગ્નમાં માત્ર નજીકના પરિવારજનો હાજર રહ્યા હતા પરંતુ લગ્ન ધામધૂમથી થયા હતા. હું લગ્ન કરવા માટે ઉત્સુક હતી. આ બંને ઘટનાઓ એકબીજાથી અલગ હતી.
આમ, જાેવા જઈએ તો બંને લગ્નો વચ્ચે કોઈ સામ્યતા નથી પરંતુ દિશાના કહેવા અનુસાર બંનેનો ઈરાદો સાચો હતો. “રામ અને પ્રિયાએ તેમના પરિવાર માટે લગ્ન કર્યા જેથી તેઓ ખુશ થાય. મારું લગ્ન પણ સાચા ઈરાદા અને સાચા કારણ સાથે થયું છે.
માટે આ પ્રકારે જાેઈએ તો હા, બંને લગ્નો વચ્ચે સામ્યતા છે”, તેમ દિશાએ ઉમેર્યું. સામાન્ય રીતે જ્યારે લોકો લગ્ન કરે છે ત્યારે તેમને પ્રસંગને માણવાનો ભાગ્યે જ સમય મળે છે કારણકે આસપાસ કેટલાય મહેમાનો હોય છે અને બધું ધ્યાન તેમના ઉપર હોય છે.
દિશાએ પોતાનો લગ્નનો દિવસ યાદ કરતાં કહ્યું, “લગ્ન પહેલાના પ્રસંગોના દિવસો ખૂબ થકવી નાખનારા હતા કારણકે ઘણું કરવાનું હતું. અમારી લગ્નની તારીખ સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં હું અને રાહુલ થાકી ગયા હતા.
પરંતુ જેવી લગ્નવિધિ શરૂ થઈ અમે તેને માણવા લાગ્યા કારણકે અમે માત્ર તેમાં જ ધ્યાન કેંદ્રિત કરી રહ્યા હતા. મેં વ્યક્તિગત રીતે મારા લગ્નને ખૂબ માણ્યું હતું. લગ્નને ત્રણ મહિના જેટલો સમય થઈ ગયો છે છતાં દિશાને એવું લાગે છે કે તે હજી પણ કુંવારી છે.
તેણે કહ્યું, “મારા લગ્નના ૧૦ દિવસ બાદ જ હું સેટ પર પહોંચી હતી. મને મારું લગ્નજીવન માણવાના વધુ દિવસો ના મળ્યા. એટલે ક્યારેક મને લાગે છે કે મારા લગ્ન થઈ ગયા છે પણ આ વાત સ્વીકારવામાં વાર લાગી રહી છે.SSS