દિશા,નિકિતા અને શાંતનું મળી ટુલકિટ તૈયાર કરી હતી : દિલ્હી પોલીસનો ખુલાસો
નવીદિલ્હી: ગ્રેટા થનબર્ગ તરફથી કિસાન આંદોલનને લઇ શેર કરવામાં આવેલ ટુલકિટને લઇ દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે દિલ્હી પોલીસની સ્પેશલ સેલે કહ્યું કે આ ટુલકિટને નિકિતા જૈકબે શાંતનુ અને પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિની સાથે મળી તૈયાર કરી હતી આ ગુગલ ડોકયુમેંટને શાંતનું તરફથી બનાવવામાં આવેલ ઇમેલ આઇડી દ્વારા તૈયાર કરવામાં આવી હતી આ તમામે મળી તેને તૈયાર કરી હતી ૧૧ ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસની ટીમે નિકિતા જૈકબના મુંબઇ ખાતે ઘરની તલાશી લીઘી હતી
ત્યારબાદ આ માહિતી સામે આવી છે જૈકબે તમામ ઇલેકટ્રોનિકલ ગેજેટની તપાસ કરવામાં આવી હતી હાલ નિકિતા જૈકબ ગાયબ ચાલી રહી છે અને ધરપકડ પર રોક માટે તેમણે સુપ્રીમ કોર્ટનું અદાલતનું વલણ કર્યું છે. દિલ્હી પોલીસની સાઇબર સેલના જાેઇન્ટ કિશ્નર પ્રેમનો કહ્યું કે ટુલકિટના તમામ સ્ક્રીનશોટ્ર્સ ઓપન સોર્સ પર ઉપલબ્ધ હતાં તેના આધાર પર જ તપાસ આગળ વધારવાની વાત સામે આવી છે.
દિલ્હી પોલીસે કહ્યું કે દિશા રવિએ તે વોટ્સએપ ગ્રુપને ડિલીટ કરી દીધુ છે જેણે તેણે ટુલકિટ તૈયાર કરવા માટે બનાવ્યું હતું
દિલ્હી પોલીસે કહ્યું કે ટુલ કિટના અનેક સ્ક્રીનશોટ્સના આધાર પપ તપાસ શરૂ કરવામાં આવી હતી અને જયારે ખુબ માહિતી હાંસલ કરી તો ફરીથી અમે નિકિતા જૈકબની વિરૂધ્ધ કોર્ટથી ૯ ફેબ્રુઆરીએ વોરંટ હાંસલ કર્યું એટલું જ નહીં દિલ્હી પોલીસનું કહેવુ છે કે નિકિતા જૈકબનો સંપર્ક ખાલિસ્તાન સમર્થક નેતા મો ધાલીવાલથી પણ થયો હતો એટલું જ નહીં ૨૬ જાન્યુઆરીથી બરોબર પહેલા જુમ પર એક બેઠક પણ થઇ હતી જેાં ટિ્વટર પર કિસાન આંદોલનથી જાેડાયેલ ઉશ્કેરણીજનક હૈશટેંગ્સને ટ્રેડ કરવાની રણનીતિ પર વાત થઇ હતી.
પલીસે કહ્યું કે હિંસા ફેલાવવા માટે સોશલ મીડિયા પર અફવા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ભારતની તસવીરને નુકસાન પહોંચાડવાનું કાવતરૂ હતું ૨૬ જાન્યુઆરીએ ડિઝીટલ સ્ટ્રાઇકનું કાવતરૂ હતું ભારતીય દુતાવાસની બહાર પ્રદર્શન કરવાની યોજના હતીં. પોલીસના જણાવ્યા અનુસાર દિશાએ ટેલીગ્રામ દ્વારા ગ્રેટા થનબર્ગ સાથે વાત કરી જયારે તે નિકિતા અને શાંતનુંથી જુમ મીટ પર વાતચીત કરતી હતી નિકિત જૈકબ ટુલકિટની એડિટર છે.
દિલ્હી પોલીસમાં સાઇબર સેલના જાેઇન્ટ સી પી પ્રેમનાથે કહ્યું કે ટુલકિટના અનેક સ્ક્રીનશોટ્સ ખુલવાનો સ્ત્રોતો પર છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે જયારે તપાસ તપાસ યોગ્ય માહિતી એકત્રિત કરવામાં સક્ષમ સાબિત થઇ રહી હતી ત્યારે નિકિતાની વિરૂધ્ધ કોર્ટથી નવ ફેબ્રુઆરી સર્ચ વોરંટ લેવામાં આવ્યું હતું જે ટુલકિટ ગુગલ ડોકયુમેંટ દ્વારા એડિટર્સમાંથી એક છે.
તેમણે કહ્યું કે એક ટીમ મુંબઇ પહોંચી જયાં તેણે નિકિતાના ઘર પર ૧૧ ફેબ્રુઆરીએ તલાશી લીધી તે તેના સાથી શાતુનુ અને દિશાએ આ દસ્તાવેજન ેતૈયાર કર્યા હતાં ઇમેલ એકાઉન્ટ શાંતનુંએ બનાવ્યું હતું જે આ દસ્તાવેજની ઓનર છે અને બાકી લોકો તેના એડિટર્સ
સીપીએ કેનેડા મૂળના પુનીત (મહિલા)ે આ લોકોના ખાલિસ્તાની સમર્થક ફાઉન્ડેશનનો સંપર્ક કરાવ્યું હતું. ૧૧ ફેબ્રુઆરીએ નિકિતા અને શાંતનુંએ જુમ બેઠક કરી હતી. ફાઉન્ડેશનના સંસ્થાપક મો ધાલીવાલે નિકિતાના પોતાન સાથી પુનીત દ્વારા સંપર્ક સાધ્યો હતો તેનો હેતુ ગણતંત્ર દિવસ પ્રસંગ પર ટિ્વટર પર વિવાદ ઉભો કરવાનો હતો ૨૬મી જાન્યુઆરી પહેલા જુમ બેઠક થઇ હતી જેમાં મો ધાલીવાલ નિકિતા દિશા અને અન્ય સામેલ થયા હતાં.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે દિશાની પૂછપરછ માટે તેમના ઘરથી ધરપકડ કરવામાં આવી અને ત્યાર બાદમાં ‘ટૂલકિટ’ બનાવા તેમજ તેની સંલિપ્તતાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. દિશા બેંગલુરુની એક ખાનગી કોલજમાંથી બીબીએની ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી છે અને તે ‘ફ્રાઇડેઝ ફોર ફ્યૂચર ઇન્ડિયા’ નામના સંગઠનની સંસ્થાપક સભ્ય પણ છે.
આ દરમિયાન ‘ટૂલકિટ’ સોશિયલ મીડિયા પર શેર કરવામાં ભાગીદાર સાથે જાેડાયેલ મામલામાં દિલ્હી એક કોર્ટે રવિવારના રોજ ૨૨ વર્ષી જળવાયુ કાર્યકર્તા દિશા રવિને ૫ દિવસની પોલીસ જ્યૂડિશ્યલ કસ્ટડીમાં મોકલી દીધી. દિશા રવિને દિલ્હી પોલીસની સાઇબર પ્રકોષ્ઠની ટીમે શનિવારના રોજ બેંગલુરુથી ધરપકડ કરી હતી.