દિશાની યુવા પેઢીમાં લોકપ્રિયતામાં સતત વધારો
મુંબઈ, ખુબસુરત દિશા પટનીની યુવા પેઢીમાં બોલબાલા સતત વધી રહી છે. તેની પાસે હાલમાં ફિલ્મો અપેક્ષા કરતા ઓછી છે પરંતુ તેની લોકપ્રિયતામાં જંગી વધારો થઇ રહ્યો છે. સલમાન સાથે ભારત ફિલ્મમાં ટુંકી ભૂમિકા અદા કર્યા બાદ હવે સલમાન સાથે સતત બીજી ફિલ્મમાં તે કામ કરવા જઇ રહી છે. રાધે નામની ફિલ્મમાં તે હવે નજરે પડનાર છે. રાધે ફિલ્મ ૨૨મી મેના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તે વારંવાર સોશિયલ મિડિયા પર છવાયેલી રહે છે.
બોલિવુડમાં આવ્યાને વધારે સમય થયો નથી પરંતુ તેની ફેન ફોલોઇંગ સતત વધી રહી છે. એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરનાર દિશા સોશિયલ મિડિયા પર ખુબ જ સક્રિય રહે છે. તે સોશિયલ મિડિયા પર વધારે હોવાથી તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૧૪ મિલિયન ફોલોઅર્સ રહેલા છે. આ સંખ્યા સતત વધી રહી છે. તે પોતાના ખુબસુરત, હોટ, અને બોલ્ડ ફોટો હમેંશા ફેન્સમાં શેયર કરતી રહે છે.
આ જ કારણસર તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેની હોટનેસ અને ખુબસુરતીના કારણે ચાહકોમાં તે દિન પ્રતિદિન લોકપ્રિય થઇ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવેલા દિશાના ફોટો અને વિડિયો પર લાખો લાઇક્સ અને કોમેન્ટ કરવામાં આવી રહ્યા છે.દિશાએ હવે ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ પોસ્ટમાં એક બુમરેંગ વિડિયો રજૂ કર્યો છે. જેમાં તે ખુબસુરત અને બોલ્ડ નજરે પડી રહી છે. અલબત્ત આ વિડિયો એકદમ નવો નથી પરંતુ તે વધારે જુનો પણ નથી. દિશાના બુમરેંગ વિડિયોને ૧૦ લાખથી વધારે લાઇક્સ મળી ચુક્યા છે. મોટી સંખ્યામાં લોકો આના પર કમેન્ટ કરી રહ્યા છે. તેની ખુબસુરતીની પ્રશંસા કરવામાં આવી રહી છે.