દિશા પટણીના પિતાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

મુંબઈ, એડીશનલ સીએમઓએ આ વાત વિશેની જાણકારી આપી હતી. બુધવારે જગદીશ પટાણી સહિત બીજા બે ઓફિસરને કોરોના થવાની જાણકારી મળી હતી. બાદમાં ૪૮ કલાક માટે ઓફિસ બંધ કરી દેવામાં આવી હતી. ત્રણેય અધિકારી ટ્રાંસફોર્મર સ્કેમની તપાસ કરી રહ્યા હતા. દિશા હવે સલમાન ખાન સાથે ફિલ્મ રાધેમાં નજર આવશે.
દિશાએ તેના ફિલ્મી કરિયરની શરૂઆત તેલૂગુ ફિલ્મ લોફરથી કરી હતી. બોલિવૂડમાં તેની એન્ટ્રી એમ.એસ.ધોનીથી થઇ હતી. આ ફિલ્મ બાદ દિશાનું કરિયર બોલિવૂડમાં દોડવા લાગ્યું. ફિલ્મો સિવાય દિશા તેની ફિટનેસ અને ટાઇગર શ્રોફ સાથેના અફેરને લઇને ચર્ચામાં રહે છે.
દિશા અને ટાઇગરે ક્યારેય પોતાના રિલેશનશીપની વાતને જાહેરમાં સ્વિકારી નથી પરંતુ બંને વચ્ચેની નજદીકીયા કોઇનાથી પણ છૂપી નથી. દિશા અને ટાઇગરની મા તથા તેની બહેન સાથે બોન્ડિંગ સારુ છે. તે સિવાય દિશા તેના ગ્લેમરસ તસવીરોને લઇને ચર્ચામાં રહે છે.SSS