દિશા પટણી એરફોર્સમાં પાયલોટ બનવા માંગતી હતી
મુંબઈ, દિશા પટાનીએ ૨૦૧૬માં આવેલી ફિલ્મ MS Dhoni: The Untold Storyથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હતો. બાય ધ વે, દિશા પટણીએ વર્ષ ૨૦૧૫માં જ એક્ટિંગની દુનિયામાં પોતાનું પગલું ભર્યું હતું. દિશાએ તેની એક્ટિંગ કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ લોફરથી કરી હતી.
આ ફિલ્મમાં તેની જાેડી એક્ટર વરુણ તેજ સાથે હતી. ખૂબ જ ઓછા સમયમાં તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન બનાવી લીધું છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, દિશાએ ક્યારેય અભિનેત્રી બનવાનું વિચાર્યું ન હતું. ઈન્ટરવ્યુમાં દિશા પટનીએ કહ્યું કે, તેણે ક્યારેય અભિનેત્રી બનવાનું સપનું જાેયું ન હતું.
તેણે કહ્યું, હું હંમેશાથી એરફોર્સ પાયલોટ બનવા માંગતી હતી. આ માટે હું એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી હતી. લખનૌમાં અભ્યાસ કરતી વખતે મારા એક મિત્રએ એક મોડેલિંગ સ્પર્ધા વિશે જણાવ્યું. આ હરીફાઈના વિજેતાને મુંબઈ લઈ જવામાં આવશે અને કોણ નથી ઈચ્છતું કે, તે મુંબઈ જાય. મેં તેમાં ભાગ લીધો અને વિજેતા બની. મુંબઈમાં જ એક એજન્સીએ મોડલિંગની ઓફર કરી હતી. આ સમય દરમિયાન ન્યૂનતમ હાજરીને કારણે હું કૉલેજની પરીક્ષામાં બેસી શકી ન હતી, તેથી મેં રેમ્પ પર ચાલવાનું નક્કી કર્યું. આ કામ કરી હું મારા માટે પૈસા કમાઈ રહી હતી. હું મારા પરિવાર પર ર્નિભર ન હતી.
દિશા પટાનીએ આ ઈન્ટરવ્યુમાં આગળ કહ્યું, ‘બાળપણમાં મારા બહુ ઓછા મિત્રો હતા કારણ કે હું ખૂબ જ શરમાળ હતી. હું કોઈની સાથે વાત કરવામાં પણ શરમાતી હતી. આજે પણ હું એવી જ છું પણ હવે મને ઘણો આત્મવિશ્વાસ છે. લોકોને આ વાત પર ઓછો વિશ્વાસ થશે કારણ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમારે મુક્તપણે જીવવું પડે છે.
મને લાગે છે કે, હું એક સામાન્ય છોકરી જેવી જ છું. દિશાની ફિલ્મોની વાત કરીએ તો તેણે અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે બાગી ૨, ભારત, મલંગ અને કુંગ ફૂ યોગા જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતવામાં સફળ રહી છે. તેની છેલ્લી રિલીઝ ‘રાધેઃ ધ મોસ્ટ વોન્ટેડ ભાઈ’ હતી.
આ ફિલ્મમાં તે સલમાન ખાનની હિરોઈન બની હતી. આ સમયે દિશા પટાની પાસે ઘણી મોટી ફિલ્મો છે. તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ ‘યોધા’માં કામ કરી રહી છે. આ સાથે દિશા જ્હોન અબ્રાહમ અને અર્જુન કપૂર સાથે ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં પણ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મના નિર્દેશક મોહિત સૂરી છે. તો, ભૂષણ કુમાર અને એકતા કપૂર ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.SSS