દિશા પટની પોતાની નવી ફિલ્મોને લઇને ઉત્સુક
મુબંઇ, ખુબસુરત દિશા પટની હાલમાં સલમાન ખાનની રાધે સહિતની કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. તે પોતાની આવનારી ફિલ્મોને લઇને આશાવાદી અને ઉત્સુક છે. સતત બીજી વખત તેને સલમાન ખાન સાથે કામ કરવાની તક મળી રહી છે. રાધે નામની ફિલ્મમાં તે કામ કરી રહી છે. તે ભારતમાં સલમાન સાથે દેખાઇ હતી. સેક્સી ફોટાઓ પોસ્ટ કરીને હમેંશા ચર્ચામાં રહેનાર દિશા પટની પોતાની સેનામાં રહેલી બહેન ખુશબુથી ભારે પ્રભાવિત છે. તેને તે વંડજર વુમન તરીકે ગણે છે. તેનુ કહેવુ છે કે તે તેની બહેન જેવા કામ કરવાની હિંમત કરી શકે તેમ નથી. દિશાએ હવે તેની બહેનનો જુનો ફોટો શેયર કર્યો છ. આ ફોટો ખુશબુનો એ વખતનો છે જ્યારે તે સેનામાં ટ્રેનિંગ લઇ રહી હતી. ફોટોમાં દિશા અધિકારીઓ સાથે ઘેરાયેલી નજરે પડી રહી છે. બીજી બાજુ દિશાની બોલ્ડ ઇમેજના કારણે યુવા પેઢીમાં બોલબાલા સતત વધી રહી છે. તેની પાસે હાલમાં ફિલ્મો અપેક્ષા કરતા ઓછી છે પરંતુ તેની લોકપ્રિયતામાં જંગી વધારો થઇ રહ્યો છે.
સલમાન સાથે ભારત ફિલ્મમાં ટુંકી ભૂમિકા અદા કર્યા બાદ હવે સલમાન સાથે સતત બીજી ફિલ્મમાં તે કામ કરવા જઇ રહી છે. રાધે નામની ફિલ્મમાં તે હવે નજરે પડનાર છે. રાધે ફિલ્મ ૨૨મી મેના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તે વારંવાર સોશિયલ મિડિયા પર છવાયેલી રહે છે. બોલિવુડમાં આવ્યાને વધારે સમય થયો નથી પરંતુ તેની ફેન ફોલોઇંગ સતત વધી રહી છે. એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરનાર દિશા સોશિયલ મિડિયા પર ખુબ જ સક્રિય રહે છે. તે સોશિયલ મિડિયા પર વધારે હોવાથી તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. તે પોતાના ખુબસુરત, હોટ, અને બોલ્ડ ફોટો હમેંશા ફેન્સમાં શેયર કરતી રહે છે. આ જ કારણસર તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેની હોટનેસ અને ખુબસુરતીના કારણે ચાહકોમાં તે દિન પ્રતિદિન લોકપ્રિય થઇ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવેલા દિશાના ફોટો અને વિડિયો પર લાખો લાઇક્સ અને કોમેન્ટ કરવામાં આવી રહ્યા છે.
દિશાના બુમરેંગ વિડિયોને ૧૦ લાખથી વધારે લાઇક્સ મળી ચુક્યા છે. મોટી સંખ્યામાં લોકો આના પર કમેન્ટ કરી રહ્યા છે. તેની ખુબસુરતીની પ્રશંસા કરવામાં આવી રહી છે. દિશા પટની છેલ્લે આદિત્ય રોય કપુરની સાથે મલંગ નામની ફિલ્મમાં નજરે પડી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ સફળતા હાંસલ કરી શકી હતી. જો કે તેની ભૂમિકાની પ્રશંસા થઇ હતી. દિશા પટની ટાઇગર શ્રોફ સાથે તેના સંબંધના કારણે પણ સતત ચર્ચામાં રહે છે. બંને અનેક વખત એક સાથે નજરે પડી ચુક્યા છે. જો કે બંને સંબંધને લઇને ક્યારેય કોઇ વાત કરી રહ્યા નથી. કેરિયર પર ધ્યાન વધારે આપી રહ્યા છે. દિશાએ આર્મી ટ્રેનિંગવાળો બહેનનો ફોટો મુકતા તેને ચાહકો પસંદ કરે છે.