દિશા પટ્ટણી ફોસિલની નવી સેલિબ્રીટી બ્રાન્ડ એમ્બેસેડર
ફોસિલ ભારતમાં તેના તદ્દન નવા સેલિબ્રીટી બ્રાન્ડ એમ્બેસેડર દિશા પટ્ટણીનો ઉમેરો કર્યો હોવાની જાહેરાત કરતા ખુશી અનુભવે છે. યૂથ સ્ટાઇલ આઇકોન સફળતાપૂર્વક તેમના મોટા ચાહક વર્ગને પોતાની વિશ્વસનીયતા અને ફેશનની સમજ કે જે સર્જનાત્મક, તાજી અને આધુનિક છે તેના દ્વારા આગળ ધકેલે છે.
“ફોસિલ ભારતમાં વોચ (ઘડિયાળ) કેટેગરીમાં અનેક ટોચની ફેશન બ્રાન્ડઝમાંની એક બની ગઇ તેનો અમને ગર્વ છે અને તે બાબત યુવાનોથી ભરપૂર ભારતની મહત્ત્વાકાંક્ષામાં પ્રતિબિંબીત થાય છે. અમે અમારી શ્રેષ્ઠ આધુનિક વિન્ટેજ પોસ્ટનું સતત સંશોધન કરતા રહીએ છીએ,” એમ ફોસિલ ગ્રુપ, ભારતના મેનેજિંગ ડિરેક્ટર જોહ્નસન વર્ગીઝે જણાવ્યું હતું. “ફોસિલ દિશા પટ્ટણી સાથે ભાગીદારી કરતા ખુશી અનુભવે છે જે ખરા અર્થમાં યુવાન ભારતને રજૂ કરે છે. તેણીનો જે કાર્ય હાથમાં લે છે તેના પ્રત્યેનો આત્મવિશ્વાસ અને જુસ્સો નોંધપાત્ર છે, તેણી સ્ટાઇલની વિશિષ્ટ સમજ ધરાવે છે અને તેણી ફોસિલના સહજ આશાવાદ અને વિશ્વાસનીયતા સાથે સામેલ થાય છે,” એમ તેમણે વધુમાં ઉમેર્યુ હતુ.
આ ભાગીદારી પર ટિપ્પણી કરતા દિશા પટ્ટણીએ જણાવ્યું હતું કે, “ફોસિલ સાથે ભાગીદારી કરતા હું રોમાંચ અનુભવુ છુ, જે એક એવી બ્રાન્ડ છે જે સુંદર રીતે ઘડિયાળો તૈયાર કરવા માટે ડિઝાઇન અને શોધના સમન્વયને એક સાથે લાવે છે. સહજ સ્ટાઇલની તરફેણ કરતા વ્યક્તિગતતા અને વિશિષ્ટતાની ઉજવણી કરવી એ ફોસિલ તેમજ મારી સ્ટાઇલને વ્યાખ્યાયિત કરતા સઘળું છે!”
બ્રાન્ડે દિશા પટ્ટણીને 10 જુલાઇએ ફોસિલના નવા જ લોન્ચ થયેલા ઇન્ડિયા ઇન્સ્ટાગ્રામ પેજ પર ફોસિલના પરિવારમાં આવકાર આપ્યો હતો. બ્રાન્ડ સાથે દિશાની ભાગીદારીનો હેતુ તેણીના ચાહક વર્ગ સુધી પહોંચવાનો છે જે સમાન રીતે જે તેણીની વિશ્વસનીય સ્ટાઇલથી પ્રેરીત છે. મલાંગ અને બાઘી 2 સ્ટાર આગામી બ્રાન્ડ કેમ્પેનમાં વરુણ ધવન સાથે દેખાશે, જે ફોસિલના 2018થી બ્રાન્ડ એમ્બેસેડર છે.
આ કેમ્પેનાં જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે તેવી ચાલુ વર્ષના શિયાળુ-ઉનાળુ કલેક્શન- ટ્રેડીશનલ અને ઓટોમેટિક વોચીઝ, હાઇબ્રીડ એચઆર સ્માર્ટવોચીઝ અને જેનસ્માર્ટવોચ દર્શાવશે. આ કલેક્શન ખરીદી માટે https://www.fossil.com/in/en.html પર ઉપલબ્ધ બનશે.