દિશા-રાહુલ હનીમૂન માટે સ્વિત્ઝર્લેન્ડ કે ઓસ્ટ્રિયા જશે

મુંબઈ: લવબર્ડ્સ રાહુલ વૈદ્ય અને દિશા પરમાર ૧૬ જુલાઈએ લગ્નના તાંતણે બંધાવાના છે. રાહુલ વૈદ્ય જ્યારે કેપટાઉનમાં ‘ફીયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી ૧૧’નું શૂટિંગ કરી રહ્યો હતો તે દરમિયાન લગ્નનું મુહૂર્ત લેવામાં આવ્યું હતું. તેવામાં રાહુલને પોતાના લગ્નની તૈયારીઓ કરવા માટે વધારે સમય મળી શક્યો નથી. તેમ છતાં તે પૂરતો પ્રયાસ કરી રહ્યો છે કે, જીવનના ખાસ પ્રસંગ બધુ મેનેજ થઈ જાય. આ અંગે વાત કરતાં બિગ બોસ ૧૪ના ફર્સ્ટ રનર-અપ રાહુલ વૈદ્યએ જણાવ્યું કે, ‘મને કંઈ પણ પ્લાન કરવા માટેનો જરાય.
સમય મળ્યો નથી. પરંતુ તેની પણ એક અલગ મજા છે. હું ખૂબ જ ઉત્સાહિત છું. એક્સાઈટમેન્ટ ચરમસીમા પર છે. મને હજી પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે મારા ઘર પર ડાન્સ પ્રેક્ટિસ ચાલી રહી છે. મેં આજ સુધી મારા મિત્રોના લગ્નમાં ડાન્સ કર્યો છે, પરંતુ અત્યારે લોકો મારા લગ્નમાં પર્ફોર્મન્સ આપવા માટે ડાન્સ નંબર્સની તૈયારી કરી રહ્યા છે. હું તે દિવસની આતુરતાથી રાહ જાેઈ રહ્યો છું જ્યારે દિશા મારી પત્ની બનશે.
લગ્ન બાદ સૌથી મોટો પ્રશ્ન હોય છે હનીમૂનનો. છેલ્લી ઘડીએ બધું નક્કી થયું હોવાથી રાહુલ વૈદ્ય અને દિશા પરમારે હનીમૂન માટે કોઈ ચોક્કસ જગ્યા નક્કી કરી નથી. ‘મને લાગે છે કે અમે અમારા હનીમૂન માટે લોનાવલા જઈશું! કારણ કે, મહામારીના કારણે બહાર ક્યાંય ટ્રાવેલિંગ કરી શકતા નથી. ગંભીરતાથી કહું છું, અમે ક્યાંક જવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ…તો જાેઈએ. ફ્લાઈટ્સ શરૂ થઈ છે કે નહીં અને અમને વિઝા મળશે કે કેમ તે અંગે જાેવું પડશે.
અમે ચોક્કસ સ્થળ નક્કી કર્યું નથી. હાલ તો મારી પ્રાથમિકતા અમારા લગ્ન છે. અમે થોડા સમય બાદ હનીમૂન પર જઈશું. અમે સ્વિત્ઝર્લેન્ડ અથવા ઓસ્ટ્રિયા જેવા યુરોપના કોઈ દેશમાં હનીમૂન પર જઈશું. લવ સ્ટોરીની વાત કરીએ તો, રાહુલ અને દિશાની વાતચીત ઈન્સ્ટાગ્રામ પર સપ્ટેમ્બર, ૨૦૧૮માં થઈ હતી અને ખૂબ જલ્દી મિત્રો બની ગયા હતા. તેમણે નવેમ્બર, ૨૦૧૮માં રાહુલના મ્યૂઝિક સિંગલ માટે શૂટિંગ કર્યું હતું. જાે કે, રાહુલ વૈદ્યના બિગ બોસના ઘરમાં ગયા બાદ તેને દિશા પ્રત્યેના પ્રેમનો અહેસાસ થયો હતો. સિંગરે નેશનલ ટેલિવિઝન પર દિશાને પ્રપોઝ કર્યું હતું અને તેણે સ્વીકાર પણ કર્યો હતો.