દિશા સાલિયાનની મોતનો મામલો: CBI તપાસની અરજી રદ
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે બોલીવુડ એકટર સુશાંત સિંહ રાજપુતના મેનેજર દિશા સાલિયાનના મોતના મામલાાં કોર્ટની દેખરેખમાં સીબીઆઇ તપાસની માંગ કરનારી અરજી પર વિચાર કરવાનો ઇન્કાર કરી દીધો છે.
કોર્ટે અરજીકર્તાની અરજી પાછી લઇ બોમ્બે હાઇકોર્ટ જવા કહ્યું છે.
બોલીવુડ એકટર સુશાંત સિંહ રાજપુત ૧૪ જુનની સવારે પોતાના ઘરમાં ફાંસીના ફંદામાં લટકેલો મળ્યો હતો તેના એક અઠવાડીયા પહેલા તેમની એકસ મેનેજર દિશા સાલિયાનની મુંબઇમાં એક બિલ્ડીંગથી પડી જતાં મૃત્યુ થયું હતું
આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે દિશા સાલિયાન અને સુશાંતસિંહના મોત વચ્ચે કનેકશન છે સુશાંત સિંહ રાજપુત કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે.HS