દીકરાના જન્મના એક દિવસ પહેલા સુધી ભારતીએ કર્યું કામ
મુંબઇ, કલર્સ ટીવી પર ટેલિકાસ્ટ થતા બહુચર્ચિત રિયાલિટી શૉ હુનરબાઝને અભિનેત્રી પરિણીતી ચોપરા, દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી અને ફિલ્મ મેકર કરણ જાેહર જજ કરે છે. અત્યાર સુધી આ શૉને ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિંબાચિયા હોસ્ટ કરતા હતા.
પરંતુ હવે આ શૉમાં સુરભિ ચંદનાની એન્ટ્રી થવા જઈ રહી છે. તે કોઈ કન્ટેસ્ટન્ટ તરીકે નહીં પણ શૉને હોસ્ટ કરવા માટે આવી રહી છે. તેણે આ શૉ પર ભારતી સિંહને રિપ્લેસ કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ભારતી સિંહ ડિલિવરીને કારણે થોડા સમય સુધી કામથી બ્રેક લેશે, પરંતુ હર્ષ લિંબાચિયા આ પ્રોજેક્ટ સાથે જાેડાયેલો રહેશે.
સુરભિ ચંદના અને હર્ષ લિંબાચિયાની શૉના સેટ પરથી તસવીરો પણ સામે આવી છે. એર વીડિયો સામે આવ્યો છે જેમાં જાેઈ શકાય છે કે સુરભિ મિથુન ચક્રવર્તી સાથે ઉભી છે અને તેઓ મેકર્સ સાથે કોઈ વિષય પર વાતચીત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ૩ એપ્રિલના રોજ ભારતી સિંહે દીકરાને જન્મ આપ્યો હતો. જાે કે, ભારતી સિંહ ઈચ્છતી હતી કે તેના ઘરે દીકરીનો જન્મ થાય.
પરંતુ તે દીકરાના જન્મથી પણ ઘણી ખુશ છે. હર્ષ લિંબાચિયાએ રવિવારના રોજ એક તસવીર શેર કરીને આ વાતની જાણકારી આપી છે. ટીવીથી લઈને ફિલ્મી દુનિયાના સેલેબ્સ ભારતી અને હર્ષને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતીએ પ્રેગ્નેન્સી દરમિયાન અંતિમ સમય સુધી કામ કર્યું. દીકરાને જન્મ આપ્યો તેના એક દિવસ પહેલા સુધી તે સેટ પર શૂટ માટે જતી હતી.
હર્ષ તેનું ધ્યાન રાખવા માટે હંમેશા તેની સાથે રહેતો હતો. ભારતીની દેખરેખ માટે એક ટ્રેઈન્ડ આયા પણ સેટ પર હાજર રહેતા હતા. ભારતીની આ કર્મનિષ્ઠાના લોકો વખાણ કરી રહ્યા છે. સુરભિ ચંદનાના વર્કફ્રંટની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે.
તેને સૌથી પહેલા કુબૂલ હૈ સીરિયલથી ઓળખ મળી હતી. પરંતુ તેનું નસીબ સ્ટારપ્લસની સીરિયલ ઈશ્કબાઝથી ચમક્યુ હતું. ત્યારપછી તેણે એકતા કપૂરની સીરિયલ નાગિનમાં પણ કામ કર્યુ હતું. ત્યારપછી તે સંજીવનીમાં જાેવા મળી હતી. એક-બે દિવસ માટે તે બિગ બોસ ૧૫નો પણ ભાગ બની હતી. હવે તે રિયાલિટી શૉની હોસ્ટ તરીકે જાેવા મળશે.SSS