દીકરાના મોહમાં ત્રણ દીકરીઓની માતાએ માથામાં ખીલી ખોસી

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં એક ગર્ભવતી મહિલાએ પુત્રની ઈચ્છામાં એવું પગલું ભર્યું કે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે. આ મહિલાને પહેલાથી જ ત્રણ પુત્રીઓ છે અને તે આ વખતે પુત્રને જન્મ આપવા માંગતી હતી. આના પર મહિલાએ એક વ્યક્તિનો આશરો લીધો હતો જેણે તેને ખાતરી આપી હતી કે જાે મહિલા તેની વાત માનશે તો કોઈ પણ સંજાેગોમાં છોકરો જન્મશે. આના પર મહિલાએ તેની વાત માની લીધી.
આ શખ્સના કહેવાથી મહિલાએ પોતાના જ માથામાં ખીલો ખોસી દીધી હતો. આ પછી તેની તબિયત બગડી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
અહીં ડો. હૈદર ખાને જણાવ્યું કે નકલી પીરના કહેવા પર મહિલાએ હથોડી જેવી ભારે વસ્તુ વડે તેના કપાળ પર બે ઈંચની ખીલી ખોસી મારી હતી. પહેલા મહિલાએ કહ્યું હતું કે આ કામ તેણે જાતે કર્યું છે, પરંતુ થોડા સમય પછી તેણે કહ્યું કે આ ખીલી તે નકલી પીરે જાદુના નામે તેના કપાળ પર ખોસી હતી.
પોલીસ આ નિવેદનની તપાસ કરશે. તેણે કહ્યું કે મહિલાના કપાળમાં ફસાયેલ ખીલી કાઢવા માટે ઓપરેશન કરવું પડ્યું. સદ્ભાગ્યે આ ખીલીથી મહિલાના મગજમાં કોઈ ઘા નથી થયો. પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ આવા દાવા કરે છે અને તેઓ તેમની સારવાર કરે છે.
ડૉક્ટર હૈદર ખાને જણાવ્યું કે મહિલાએ પહેલા પણ પેઈર વડે આ ખીલીને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી તે પેશાવર શહેરની એક હોસ્પિટલમાં પહોંચી. અહીં શહેરના પોલીસ વડા અબ્બાસ અહેસાને જણાવ્યું હતું કે અમે હોસ્પિટલમાંથી સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યા છે અને આશા છે કે પોલીસ ટૂંક સમયમાં મહિલા સુધી પહોંચશે. ત્યાં જ જે વ્યક્તિએ મહિલાના કપાળમાં કથિત રીતે ખીલો માર્યો હતો તેની પણ ધરપકડ કરવામાં આવશે.HS