Western Times News

Gujarati News

દીકરાને લઈને કરણ મહેરાને હવે ચિંતા સતાવી રહી છે

મુંબઈ: પત્ની નિશા રાવલે ફરિયાદ નોંધાવ્યા બાદ ટેલિવિઝન એક્ટર કરણ મહેરાની ૧ જૂને મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. નિશાએ આરોપ લગાવ્યો હતો કે, કરણે તેને દિવાલ તરફ ધક્કો માર્યો હતો અને તેને માથામાં ઈજા પહોંચાડી હતી. જાે કે, ધરપકડના થોડા કલાક બાદ કરણ મહેરાનો જામીન પર છુટકારો થયો હતો. જામીન પર બહાર આવ્યા બાદ, એક્ટરે અત્યારસુધીમાં જેટલા ઈન્ટરવ્યૂ આપ્યા છે તે તમામમાં તેણે પોતાની સામે લાગેલા આરોપો નકાર્યા હતા. આ સિવાય તેણે નિશા પર ગંભીર આરોપો લગાવતા કહ્યું હતું કે, તેણે તેનું માથું દિવાલ સાથે અથડાવ્યું હતું અને બાદમાં તેના પર આરોપોનો ટોપલો ઢોળી રહી છે.

કરણ અને નિશા ચાર વર્ષના દીકરા કાવિશના માતા-પિતા છે. અને હવે, કરણનું કહેવું છે કે, તેને નથી લાગતું કે તેમનો દીકરો કાવિશ નિશા સાથે સુરક્ષિત છે. વાતચીત કરતાં કરણ મહેરાએ કહ્યું હતું કે, તેને કાવિશને લઈને ખૂબ જ ચિંતા છે અને આ બધાની તેના પર અસર પડે તેમ તે ઈચ્છતો નથી. આ સિવાય તેણે તેવો પણ ઉલ્લેખ કર્યો કે, કાવિશ નિશા સાથે રહે તેવું તે અગાઉ વિચારતો હતો, પરંતુ હવે તેને ખાતરી નથી. ‘મને લાગે છે કે મારો દીકરો નિશા સાથે વધારે સુરક્ષિત નથી.

અગાઉ મેં ખુશી-ખુશી નક્કી કર્યું હતું કે કાવિશને નિશા સાથે રહેવા દઈશ પરંતુ હવે હું ખરેખર જાણતો નથી. મારા બાળકને અસર પહોંચે તેમ હું ઈચ્છતો નથી. મને તેની ખૂબ ચિંતા છે. જે કંઈ થઈ રહ્યું છે તે દિલ તોડનારું છે’, તેમ કરણે જણાવ્યું હતું. કરણ મહેરાએ તેમ પણ કહ્યું હતું કે, નિશા ખોટું બોલી રહી છે અને તેણે ક્યારેય તેને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો નથી. એક્ટરે દાવો કર્યો હતો કે, નિશાએ જ અચાનક તેને તેમજ તેના પરિવારને અપશબ્દો કહેવાનું શરુ કર્યું હતું અને થૂંકી પણ હતી.

‘જ્યારે મેં તેને ઝઘડો ન કરવાનું કહ્યું તો તેણે કહ્યું હતું કે ‘હવે જાે શું થાય છે’ અને બીજી જ ક્ષણે તેણે પોતાનું માથું દિવાલ સાથે અથડાવ્યું હતું’, તેમ કરણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિશા રાવલે કહ્યું હતું કે, કરણે તેની સાથે મારઝૂડ કરી હોય તેવું આ પહેલીવાર બન્યું નથી. તેણે પોતાની ઈજાગ્રસ્ત થયેલી તસવીરો પણ દેખાડી હતી અને કહ્યું હતું કે, ‘ઘણીવાર મારો ચહેરો કાળો અને વાદળી થઈ જતો હતો. ઘણીવાર તે મને મારતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.