દીકરા માટે મૂંગા મોંઢે સહન કરી રહ્યો છે કરણ મહેરા
મુંબઈ, પોપ્યુલર ટીવી એક્ટર કરણ મહેરા છેલ્લા થોડા મહિનાથી પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. જૂન મહિનામાં કરણની પત્ની નિશા રાવલે તેની સામે ઘરેલુ હિંસાની ફરિયાદ કરી હતી ત્યારથી બંને એકબીજા પર આરોપ-પ્રતિઆરોપ મૂકી રહ્યા છે. હાલ નિશા અને કરણ અલગ રહે છે અને ડિવોર્સની પ્રક્રિયા ઉપરાંત ૪ વર્ષના દીકરા કાવિશની કસ્ટડી માટે પણ લડી રહ્યા છે. કાવિશ હાલ નિશા રાવલ સાથે રહે છે.
કરણ છેલ્લા ત્રણ મહિનાથી દીકરાને મળ્યો નથી અને કાવિશને ખૂબ યાદ કરી રહ્યો છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કાવિશને યાદ કરીને કરણ ભાવુક થઈ ગયો હતો. ત્રણ મહિનાથી વધારે સમય વીતી ગયો છે અને હું લડાઈ લડી રહ્યો છું. કેસ હાલ ચાલી રહ્યો હોવાથી તેના વિશે વધુ વાત નહીં કરી શકું. ૧૦૦ દિવસથી વધુ સમયથી મેં કાવિશને નથી જાેયું. હું મારા જ ઘરમાં પ્રવેશ નથી કરી શકતો અને સામાન લેવા પણ નથી જઈ શકતો. આ સમય અમારા સૌ માટે સંવેદનશીલ છે, પરેશાન કરનારો અને પીડાદાયક છે. અમે એક પરિવાર તરીકે લડી રહ્યા છીએ, તેમ કરણે ઈન્ટરવ્યૂમાં કહ્યું.
કરણના કહેવા અનુસાર, તેના પરિવારના દરેક સભ્યને ખોટી રીતે ફસાવામાં આવ્યા છે. તેના પિતા હાર્ટ પેશન્ટ છે અને તેમની સામે પણ ખોટો આરોપ લગાવાયો છે. કરણના કહેવા મુજબ તેના માતાપિતાને આ બધું વેઠવું પડે છે તે દુઃખદાયી છે. કરણે આગળ કહ્યું, આ ખૂબ પરેશાન કરનારી સ્થિતિ છે. કાર્યવાહી, પ્રક્રિયા અને લડાઈ સરળ નથી. હું હાલ મારા ઘરમાંથી બહાર છું અને તે (નિશા) અને તેનો ભાઈ મારા ઘરમાં આરામથી રહે છે.
પંજાબી શોના શૂટિંગમાં વ્યસ્ત કરણ મહેરાનું કહેવું છે કે, તેની પાસે પોતાને નિર્દોષ સાબિત કરતાં પૂરતા પુરાવા છે અને તે યોગ્ય સમયે ઓથોરિટી સામે રજૂ કરશે. તેણે કહ્યું કે, ‘હું નથી ઈચ્છતો કે કાવિશ અમારા ઝઘડાની વાર્તાઓ ઓનલાઈન વાંચે અને પબ્લિક ટ્રાયલમાં મને કોઈ રસ નથી.’ થોડા દિવસ પહેલા જ કરણે દીકરાને યાદ કરીને એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.SSS