Western Times News

Gujarati News

દીકરીઓને પારંગત બનાવો ઘરકામ અને રસોઈમાં

નાની છોકરીઓ કંઈ આખા ઘરની સફાઈ એકલી નથી કરી શકતી, તેથી શરૂઆતમાં તેને કપડાં સુકવવા, ધોયેલા વાસણ ચડાવવા, બટેટાની છાલ કાઢવી કે અન્ય શાક સુધારવા બેસાડવી. ત્યારબાદ જેમ જેમ તે મોટી થાય તે પ્રમાણે તેને ઘર સાફ કરવા, ઘર સજાવવા વગેરે કામો કરવા આપવા

મારા પાડોશી સ્મિતાબેન એકદમ હાંફળા-ફાંફળા મારે ત્યાં આવ્યા. અમે હજી થોડા દિવસ પહેલા જ આ સોસાયટીમાં નવા રહેવા આવ્યા હોવાથી મને અહીંના પાડોશનો કોઈ ઝાઝો અનુભવ નહોતો. બસ, સ્મિતાબેન સાથે થોડો ઘરોબો કેળવાયો હતો. મેં સ્મિતાબેનને સોફા ઉપર બેસાડ્યા અને પૂછ્યું કે શેું થયું છે ?

તેમણે કહ્યું કે તેમના કાકાજી અમદાવાદ ગુજરી ગયા છે અને બે દિવસોમાં તેમણે અમદાવાદ જવાનું છે ત્યારે જ તેમની દીકરી નિધીની છે. નિધી સ્મિતાની એકાત્ર સત્તર વર્ષની દીકરી. જે બારમાં ધોરણમાં ભણે છે મેં કહ્યું કે નિધી હવે મોટી થઈ ગઈ છે. તેના અભ્યાસની કાળજી ન રાખો તે સંભાળી લેશે. ત્યારે સ્મિતાબેને જે વાત ણાવી તે સાંભળી મને આંચકો લાગ્યો. તેમણે કહ્યું કે નિધી ભણવામાં તો હોંશિયાર છે તે માટે તેને કોઈની જરૂર નહિં પડે. પરંતુ નિધી સરખી રીતે રસોઈ કરતા નથી આવડતું.

તેણે ક્યારેય ચાનો કપ પણ બનાવ્યો નથી. હું તો આ સાંભીળીને હતપ્રભ થઈ ગઈ. માન્યામાં ન આવે તેવી વાત છે.સત્તર વર્ષની છોકરીએ ચાનો કપ બનાવતાં પણ નથી આવડતું. તેમ છતાં મે સ્મિતાબેનને ધીરજ આપી અને કહ્યું કે નિધીની ચિંતા તમે ન કરો. તેનાં ખાવા!પીવાની જવાબદારી મારી. તે મારે ત્યાં જ રહેશે.

પરંતુ તમને નથી લાગતું કે આ એક નિધીની વાત નથી. આવી કેટલીય નિધી આપણી આસપાસ છે. થોડા દિવસપહેલાં હું અમારા એક સંબંધીને મળવા ગઈ અને તેના ઘરનું દ્રશ્ય જાેઈએ ઉબરામાં જ ઉભી રહી ગઈ. મારે તે સંબંધી બહેનને અચાનક ચક્કર આવ્યા તેથી તેઓ પલંગ પર સૂતા હતા. તેમની પંદર વર્ષની દીકરી આજુબાુના મિત્રો સાથે વાતો કરતી હતી. અને રસોડામાં રસોઈ થયેલા તપેલા, માંજવાના વાસણ, સુધારેા શાકભાજી બધું વેરણ છેરણ પડ્યું હતું.

મને જાેતાં જ મારા સંબંધી ઉભા થયા. તેમણે મને કહ્યું કે રસોઈ કરતા તેમને ચક્કર આવ્યા તેથી ગેસ બંધ કરીને તેઓ સૂઈ ગયા.

ઘણી માતાઓ જ તેમની દીકરીઓને રસોડામાં મોકલતા ડરે છે. તેઓ એવી દલીલ કરે છે કે કંઈક ગરમ તેમના ઉપર ઢોળાશે અને તેઓ મોઢા તથા હાથ પગ ઉપર દાઝી જાય તો ? તેમને પરણાવવી શી રીતે ? જયારે અમુક માતાઓ કહે છે કે વાસણ કપડા કરવાથી તેમના હાથ ખરબચડા થઈ જશે અને આમ પણ સાસરે જઈને તો બધું કરવાનું જ છે તો પછી અત્યારે તેમને મજા કરી લેવા દો.

કેટલીક ભણેશરી માતાઓ માટે તેમની છોકરીનું પુસ્તકીયું ભણતર મહત્વનું હોય છે ગણતર નહીં. તેઓ સતત એમ જ કહે છે કે છોકરી ભણતી હોયત્યાં સુધી ઘરના કામ ન કરાય. ભણીને પછી તો આ કરવાનું જ છે. અને આમને આમ છોકરીઓ પણ માથે ચડી જાય છે.ઘરમાં મહેમાન હોય ત્યારે વધારે રસોઈ બનાવવાની હોય તે છતાં તેઓ માતાને મદદ કરવાને બદલે હાથમતાં ચોપડીઓ આડી રાખીને બેસી જાય છે.

આજકાલ તો કિશોરીઓ ઘરમાં કે રસોડામાં કામ ન કરે એવી ફેશન થઈ ગઈ છે. અને તેમને ઘરકામમાં કોઈ જ રસ નથી એમ કહેતા તેમને ગર્વ થાય છે. તેમને ફેશન, કપડા, પાર્ટી, પિક્ચર, પીકનીક, મિત્રવૃંદમાં ફરવું, પત્તા રમવા, વાંચવુ વગેરે બધું જ ઘરકામથી વધુ મહત્વનું લાગે છે અને ક્યારેક તો પોતાના મિત્રો સાથે પોતાની પ્રતિષ્ઠા ઓછી થઈ જશે એમ પણ લાગે છે.

જાે તમને ઘરકામ કરવાનું કહેવામાં આવે તો તેઓ દલીલ કરે છે કે મારા નખ તૂટી જશે અથવા હમણાં જ લગાડેલી નેલપોલીશ નીકળી જશે. અરે, ઘણી છોકરીઓ તો બહાના બતાવવા જેટલી માનવતા પણ દેખાડતી નથી. તેઓ ઉધ્ધતાઈપૂર્વક કહે છેકે, “મમ્મી, મે તને કહ્યું હતું કે મને ઘરનું કામ કરવું ગમતું નથી, પછી શા માટે તું વારંવાર પૂછે છે?”

જાે કે હવે મોટે ભાગેઆવા દ્રશ્યો સર્જાય છે. હમણા થોડા દિવસપહેાં મારા મામીજી મારે ત્યાં આવ્યા હતા. તે સમયે મારી દીકરી સોનીયા ભાખરી બનાવતી હતી. ત્યારે તેઓ મારી ઉપર ભડક્યા હતા. શું તમે શરમ નથી આવતી, આટલી નાની છોકરીને ભાખરી કરવા બેસાડી તારૂં ફરી ગયું છે ?

જાે કે આ મારા મામીજીને એક કડવો અનુભવ થઈગયો છે તેમની દીકરી નિમીએ પૂરી તળતા પોતાના ઉપર તેલ ઢોળ્યું હતું. ભગવાની દયાથી તેનું મોઢું બચી ગયું હતું. ત્યારથી તેઓ છોકરીઓને રસોડામાં જવા દેતા નથી.

પરંતુ તેઓ ભૂલી જાય છે કે આવી ઘટનાઓ ક્યારેક જ બનતી હોયછે અને આવું તો રસોડામાં કોઈની પણ સાથે બની શકેછે. તેથી તેના માટે રસોઈ બનાવવાનું ન છોડવાનું હોય પરંતુ થોડી સાવધાની રાખવાની જરૂર છે.

જાે કે નાની છોકરીઓ કંઈ આખા ઘરની રસોઈ એકલી નથી કરી શકતી. તેથી શરૂઆતમાં તેને કપડા સુકવવા , ધોયેલા વાસણ ચડાવવા, બટેટાની છાલ કાઢવી કે અન્ય શાક સુધારવા બેસાડવી. ત્યારબાદ જેમ જેમ તે મોટી થાય તે પ્રમાણે તેને ઘર સાફ કરવા, ઘર સજાવવા વગેરે કામો કરવા આપવા.

આપણે એ ન ભૂલવું જાેઈએ કે દીકરી પારકી થાપણ કહેવાય. તેને કઈ પિતાને ઘરે બેસાડી નહિં રખાય. તેને પારકે ઘરે મોકલવા તૈયાર કરવી જ પડશે. કારણ કે જમાનો ગમે તેટલો આધુનિક કેમ ન હોય, પરંતુ બધા વહુ પાસેથી પણ કંઈક અપેક્ષા રાખતા હોય છે. અને સાસરે જઈને કંઈ પણ આવડતું નહીં હોય તો સાસરિયાઓ આપણી દીકરીને જ સંભળાવશે.

ઘરના કામોની સાથે દીકરીને ભરત ગુંથણ, ફ્વર મેકીંગ, ડેકોરેશન જેવી વિવિધ પ્રવૃત્તિ પણ શીખવો. આ બધું શીખવાની શરૂઆતમાં કદાચ ઘરના અન્ય સભ્યોને તથા દીકરીને પોતાને પણ નહિં ગમે પરંતુ માતાએ મન તથા વલણ કઠણ કરીને પણ તેને શીખવું જ જાેઈએ. કારણ કે આ દીકરીના ઉજ્જવળ ભવિષ્યનો સવાલ છે.

આપણા ભારતીય સમાજમાં(ગમે તે ધર્મ હોય) જ્યારે છોકરીના માતા-પિતા જમાઈની શોધ કરે છે ત્યારે છોકરાના વડીલો છોકરીની ભણતર, આવડત તથા કળા વિશે પ્રશ્ન અવશ્ય પૂછે છે. અને આ બે વ્યક્તિના જીવનનો પ્રશ્ન છે એટલે તેમાં ખોટું બોલવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો.

દીકરી ૧૮ વર્ષની થાય ત્યારે તેની માતા વિચારે કે હવે થોડા દિવસોમાં તેને કસોઈ તથા ઘરના અન્ય કામ કરતા શિખવાડી દઈશ અને એ જ વાત મગજમાં રાખીને જાે માતા અન્ય લોકો પાસે દીકરીના ખોટા વખાણ કરે તો તે ખોટી વાત છે. કારણ કે કસોઈ તથા ઘરકામ એટલું સહેલું નથી હોતું કે તે સવા-જવાબની જેમ ગોખી શકાય. તેમાં નિષ્ણાત બનવા વર્ષોનો અનુભવ જરૂરી છે.

અને જાે આવી કોઈક દીકરીના લગ્ન ઝડપથી નક્કી થઈ જાય અને કંઈપણ શીખવાનો તેને સમય જ ન મળે તેથી વગર શીખી તે સાસરે જાય. અને જ્યારે સાસરિયાઓને હકીકતની ખબર પડે ત્યારે દીકરીની શી દશા થાય ? અને છેવટે બધો દોષ માતાને માથે જ આવે છે.

તમે ગમે તેટલા સુંદર, ભણેલા તથા હોંશિયાર હો પરંતુ જાે તમને ઘરકામ ન આવડે તથા સારી રસોઈ બનાવતા ન આવડે તો બધી જ આવડત વ્યર્થ જાય છે.

ધારો કે તમારા લગ્ન મધ્યમવર્ગ કુટુંબમાં થાય. આજના જમાનામાં આટી મોંઘવારીમાં મધ્યમવર્ગ કુટુંબમાં બે છેડા ભેગા કરવા દુષ્કર છે ત્યાં વૈભવી વસ્તુનું સ્વપ્ન પણ જાેઈ શકાતું નથી. આ ઘરમાં આખા દિવસનો કામવાળો પણ ન પોષાય. અરે, ઘણીવાર તો છૂટક કામ કરનાર કામવાળા પણ નથી પરવડતા. તે સમયે જાે ઘરકામ ન કર્યુ હોય તો કેટલું ભારે લાગે તેની ફક્ત કલ્પના કરી જુઓ?

ઘણા યુવાનો નોકરી માટે ઘરથી દૂર રહેતા હોય છે. દરરોજ હોટલનું અને ટીફીનના ડબ્બા ખાઈને કંટાળ્યા હતા અને ઘરનું જમવા માટે તરસતા હોય છે. એવા કોઈ યુવાન સાથે જાે રસોઈ ન આવડતીછોકરીના લગ્ન થાય તો શુેં થાય ?

મારી એક બહેનપણી છે જેના પતિને ખાવા અને ખવડાવવાનો શોખ છે જ્યારે મારી તે મિત્રને રસોઈ બનાવવાનો જ કંટાળો આવે. તે શ્રીમંત કુટુંબમાં જન્મીને લાડકોડમાં ઉછરી છે અને લગ્ન પહેલાં તે ક્યારેય રસોડામાં ગઈ નહોતી. તેનો મોટાભાગનો સમય પુસ્તક વાંચવામાં, પાર્ટી, કલબ, પીકનીકમાં જ જતો હતો.

તેના લગ્ન એક આર્મી ઓફિસર છે તેણે જે રસોઈયો રાખ્યો હતો તે પણ આઠ દિવસમાં જતો રહ્યો. છેવટે તેણે હોટેલમાંથી રસોઈ મંગાવવી પડતી, પણ દરરોજ કંઈ સવાર સાંજ હોટેલનું થોડું ચાલે એટલે છેવટે તે પોતાના પિયર મહિનો દિવસ કરીને રસોઈ બનાવવા શીખી ગઈ.

પાકશાસ્ત્ર એક કળા છે. આ કળા આવડતી હોય તો રસોયાની હાજવરી કે ગેરહાજરીની કંઈ વધારે અસર થતી નથી. તે ઉપરાંત નવી નવી વાનગીઓ બનાવીને પણ સાસરિયાઓને ખુશ કરી શકાય. છેવટે દરેક છોકરીએ પેલી કહેવત યાદ રાખવી જાેઈએ.

કોઈ પણ પુરૂષના હ્ય્દય સુધી પહોંચવાનો રસ્તો તેના પેટમાંથી જાય છે. આ ઉપરાંત ઘરકામમાં પ્રવીણ યુવતીને ઘરમાં ક્યારેક નોકર ન આવ્યો હોય કે નોકર ચાલ્યો ગયો હોય તો કોઈ ફરક પડતો નથી. અને સાસરિયાઓમા તેનો આ એક વધારાનો ગુણ બની રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.