Western Times News

Gujarati News

દીકરીઓ ઉપર અત્યાચાર બંધ કરો : અસદુદ્દીન ઓવૈસી

અમદાવાદ: શહેરમાં ગત અઠવાડિયે આયેશા નામની પરિણીતાએ સાબરમતી રિવરફ્રન્ટ પરથી આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આયેશા નામની આ યુવતીની આત્મહત્યાની ઘટનાના આખા દેશમાં પડઘા પડ્યા છે. આયેશાના પતિ આરિફને અમદાવાદ પોલીસે ઝડપી લીધો છે અને તેને અમદાવાદ પોલીસ રિવરફ્રન્ટ (પશ્ચિમ)ના પોલીસ સ્ટેશનમાં લવાયો છે. ત્યારે હવે અસદુદ્દીન ઓવૈસીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. અસદુદ્દીન ઓવૈસીનો એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં ઓવૈસીએ સમાજની દરેક મહિલાને એવી અપીલ કરી છે કે આવા દહેજભૂખ્યા પતિઓને લાત મારવી જાેઈએ અને કાયદાનો સહારો લેવો જાેઈએ.

આ વાયરલ વીડિયોમાં ઓવૈસી એક સભામાં આયેશાની કરુણ ઘટના બાબતે પીડા વ્યક્ત કરતા જણાવે છે કે આયેશાનો આપઘાત આપણા સમાજ માટે સારી વાત નથી. હું તમામ માતા-પિતાને કહેવા માગું છું કે દહેજ સારી વાત નથી. જે પતિ પોતાની પત્ની પર અત્યાચાર કરે છે તે પતિ નથી કહેવાતો. ધર્મમાં પણ પત્ની પર અત્યાચાર કરનારા લોકોને ક્યાય જગ્યા નહીં મળતી હોવાનો ઉલ્લેખ છે. શરમ કરો અને દીકરીઓ પર અત્યાચાર બંધ કરો. વધુમાં હું દીકરીઓને કહેવા માગું છું કે તમારો જીવ કિંમતી છે,

આવી રીતે જીવ ના આપો. તેમણે વધુમાં જણાવ્યું કે અમે તમારી સાથે છીએ. જાે પતિ તમારા પર અત્યાચાર કરે તો તેને લાતો મારો અને કાયદાનો સહારો લો, કાયદાનો ઉપયોગ કરો. લોકોએ પણ પોતાની આસપાસ કોઈ બહેન-દીકરી પર અત્યાચાર થતો હોય તો આગળ આવીને આ લોકોને સમજાવવા જાેઈએ અને ના સમજે તો પાઠ ભણાવવો જાેઈએ. અમદાવાદની દીકરી આયેશાએ મૃત્યુ પહેલા જે વીડિયો પોસ્ટ કર્યો તે કાળજું કંપાવી દે તેવો છે. આ વીડિયો જાેતા જ મારું માથું શરમથી ઝૂકી ગયું છે. આપણી બહેન-દીકરીઓને સન્માન આપો. આપણી બહેન-દીકરીઓનો આદર કરવો જાેઈએ અને આપણી અંદરની ખરાબ બાબતોને દૂર કરવી જાેઈએ.

અહીં નોંધનીય છે કે શહેરના વટવા વિસ્તારમાં રહેતી પરિણીતા આયેશા મકરાણીને આપઘાત માટે મજબૂર કરનાર પતિ આરિફ ખાનની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદ પોલીસ બે દિવસથી રાજસ્થાનમાં આરિફની શોધખોળ કરી રહી હતી. સોમવારે મોડી રાત્રે રાજસ્થાનના પાલીમાં એક સંબંધીના લગ્નપ્રંસગમાંથી આરિફને ઝડપી લેવાયો હતો. બીજી તરફ આયેશાના પિતાએ પણ આરિફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે કે, આરિફને અન્ય યુવતીઓ સાથે આડા સંબંધ હતા. કોઈ મને રૂમ ભરીને રૂપિયા આપે તો પણ હું મારી દીકરીના હત્યારાને માફ નહીં કરું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.