દીકરીના લગ્નમાં આમિર ખાનની બન્ને એક્સ વાઇફ રીના દત્તા અને કિરણ રાવ પણ હાજર
વાયરલ થઇ રહ્યો છે વિડીયો
દીકરીના લગ્નમાં આમિરે બધાની સામે એક્સ વાઇફ કિરણ રાવને કરી કિસ
આમિરનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં પૂરા પરિવાર સાથે મિડીયા સામે પોઝ આપતો જોવા મળી રહ્યો છે
મુંબઈ, બુધવારના રોજ આમિર ખાનની દીકરી આયરા ખાન સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર નુપુર શિખર સાથે લગ્નના બંધનમાં બંધાઇ. બન્નેએ પોતાના નજીકના સંબંધીઓ અને ફેમિલીની હાજરીમાં કોર્ટ મેરેજ કરી લીધા છે. લગ્ન રજિસ્ટર કર્યા પછી ઇરા ખાન પહેલી વાર પતિ નુપુરની સાથે મિડીયા સામે આવી મસ્ત ન્યૂલી વેડ કપલે પોઝ આપ્યા. આ દરમિયાન ઇરા ખાને સલવારની સાથે ચોલી અને દુપટ્ટા કેરી કર્યો હતો.
મરાઠી ટ્રેડિશનલમાં દુલ્હન આમિર ખાનની દીકરી આ સમયે મસ્ત લાગી રહી હતી. આમ, દુલ્હાના લુકની વાત કરીએ તો લગ્નનું રજિસ્ટર કરતી વખતે નુપુર શોટ્સમં જોવા મળ્યો હતો. આમ, મિડીયાની સામે નુપુરે કપડા ચેન્જ કરીને બ્લુ ઇન્ડો વેસ્ટર્ન લુકમાં મસ્ત લાગી રહ્યો હતો. જો કે હાલમાં ઇરા અને નુપુરની વેડિંગની લેટેસ્ટ તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે. આ સાથે ફેન્સ આ કપલને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
આ વચ્ચે આમિર ખાનનો એક વિડીયો સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં પૂરા પરિવાર સાથે મિડીયા સામે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આમિર ખાનની બન્ને એક્સ વાઇફ રીના દત્તા અને કિરણ રાવ પણ હાજર હતી. બન્ને ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન આમિરે શેરવાની અને પાઘડીમાં જોવા મળ્યો હતો. આ લુકમાં આમિર ખાન મસ્ત લાગી રહ્યો હતો.
સામે આવેલા આ વિડીયોમાં ન્યૂલી વેડ કપલની સાથે આમિર ખાનનો પૂરો પરિવાર પોઝ આપતા જોવા મળી રહ્યો છે. સામે આવેલા આ વિડીયોમાં તમે જોઇ શકો છો કે આમિર પોતાની પત્ની પર ફિદા થઇ જાય છે. જોઇ લો કેવી રીતે પેપ્સની સામે આમિર કિરણને કિસ કરી રહ્યો છે.
જો કે આ વિડીયો આમિરની પૂરી લાઇમલાઇટમાં છે. આ વિડીયો સામે આવ્યા પછી સૌથી વધારે ચર્ચા દીકરીના લગ્ન કરતા આમિરની થઇ રહી છે. તમને જણાવી દઇએ કે ઇરા ખાન અને નૂપુરે નવેમ્બર ૨૦૨૨માં સગાઇ કરી હતી. ઇરાએ સગાઇમાં આમિર ખાન, રીના દત્તા અને આમિરની પૂર્વ પત્ની કિરણ રાવ સહિત અનેક પરિવારના લોકો હાજર રહ્યા હતા. એક્ટર ઇમરાન ખાન પણ આ પાર્ટીમાં શામેલ થયો હતો.