દીકરીના લગ્નમાં આવેલા ચાંલ્લાના 1 લાખનું પરિવારે દાનમાં આપી દીધા

પ્રતિકાત્મક
ભારત વિકાસ પરીષદ નામની સંસ્થામાં ગાંધીનગર સાબરકાંઠા વિભાગના સહમંત્રીની દીકરીના લગ્નપ્રસંગે ચાંલ્લાની રકમ વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓમાં દાન કરીને એક નવો ચીલો ચાતર્યો-
ગાંધીનગર, શહેરમાં અત્યારે લગ્નગાળાની સીઝન ચાલી રહી છે. અને લગ્ન પ્રસંગે આમંત્રણ મળે એટલે ચાંલ્લો લખાવવો તે આપણી સંસ્કૃતિની એક પરંપરા છે. અગાઉના સમયમાં આ પરંપરા પાછળનો ઉદેશ જાે કોઈ આર્થિક રીતે નબળા પરીવારમાં ઘરે લગ્નપ્રસંગ હોય તો તેને મદદરૂપ થવાનો હતો
જે પછીથી પરંપરા તરીકે પ્રસ્થાપીત થઈ ગયો છે. જાેકે આજકાલ ઘણા સંપન્ન પરીવારો લગ્નપ્રસંગે ચાંદલો કે ભેટ સ્વીકારવાનું ટાળતાં હોય છે છતાં નજીકના સગા હોય તેવા મહેમાનો ચાંલ્લો કે ભેટ આપ્યા વગર રહેતાં નથી. ગાંધીનગરના એક પરીવારે પોતાની દીકરીનાં લગ્નમાં આવેલા ચાંલ્લાના કુલ ૧,૦૭,૦૦૧નું વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓમાં દાન કરીને એક નવો ચીલો ચાતર્યો છે.
ગાંધીનગરના સેકટર-૧૪માં રહેતાં ચંદ્રકાંત રાવલ જેઓ ભારત વિકાસ પરીષદ નામની સંસ્થામાં ગાંધીનગર સાબરકાંઠા વિભાગને સહમંત્રી તરીકે જવાબદારી નિભાવે છે. ગત તા.૭મી ફેબ્રુઆરીએ તેમની દીકરી ચિ.ઝંકૃતિના લગ્ન હતા આ પ્રસંગે નિમીત્તે આમંત્રીત પાસેથી ચાંલ્લો લેવો કે નહીં ?
એવી મથામણ ચાલતી હતી ત્યારે તેમની નાની દીકરી ચિ.સંસ્કૃતિ દ્વારા સુચન થયું કે આપણે ચાંલ્લો લઈને પછી યોગ્ય જગ્યાએ દાન કરીએ તો આ વિચારને પરીવારજનોએ વધાવી લીધોો હતો અને ચાંલ્લા નિમીત્તે આવેલી રકમમાંથી ?૩૧ હજાર વિધાભારતી પ્રશિક્ષણ કેન્દ્રમાં રપ હજાર વિધાભારતી વનવાસી શિક્ષણ સમીતીમાં.
રપ હજાર, ભારત વિકાસ પરીષદના વિકલાંગ કેન્દ્રમાં, રપ હજાર અર્જુન ભગત આશ્રમ ગૌશાળા, અને પ હજાર આદીવાસી કન્યાઓના સમુહ લગ્નમાં મળીને કુલ ૧,૦૭,૦૦૧ અંકે રૂપિયા એકે લાખ સાત હજાર એક પુરાનું દાન કરવામાં આવ્યું હતું. આ દાનની પાવતીઓ સાથેની વિગત તેમણે તમામ આમંત્રીતોને મોબાઈલ પર મેસેજ કરી મોકલીને સાથે જણાવ્યું હતું કે
“આ સત્કાર્યમાં આપ સહુ સામેલ છો. દાન સહુ કરતા જ હોય છે. એટલે કહેવાની જરૂર નથી હોતી. પરંતુ જેમ અમને આવા કોઈ સમાચારથી પ્રેરણા મળી હતી એટલે અન્યને પણ પ્રેરણા મળે એટલે આ મેસેજ મોકલીને છીએ.” તેમના આ સકારાત્મક નવતર પ્રયોગને સૌ કોઈએ બિરદાવ્યો હતો.