દીકરીની સંગીત સેરેમનીમાં જેઠાલાલ ઢોલના તાલે ઘુમ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Jethalal-1024x768.jpg)
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટર દિલીપ જાેષીની દીકરી નિયતિના લગ્ન હાલમાં જ યોજાયા હતા. ૧૧ ડિસેમ્બરે મુંબઈમાં રિસેપ્શન યોજાવાનું છે. નાસિકની હોટેલમાં નિયતિના લગ્ન લેવાયા હતા અને પ્રી-વેડિંગ ફંક્શન પણ અહીં જ થયા હતા. સોશિયલ મીડિયા પર દિલીપ જાેષીની દીકરીના પ્રી-વેડિંગ ફંક્શનના કેટલાક વિડીયો અને તસવીરો વાયરલ થયા છે.
એક ફેન ક્લબ દ્વારા સંગીત સેરેમનીનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં જેઠાલાલનો રોલ કરતાં એક્ટર દિલીપ જાેષી ઢોલના તાલે મન મૂકીને નાચતાં જાેવા મળી રહ્યા છે. દિલીપ જાેષીએ ઢોલના તાલે નાચવા ઉપરાંત ગરબા કર્યા હતા અને ગીત પણ ગાયું હતું.
બોટલ ગ્રીન રંગના કુર્તામાં દિલીપ જાેષી જાેવા મળ્યા હતા અને તેમના ચહેરા પર દીકરીને પરણાવાનો હરખ દેખાઈ રહ્યો હતો. સંગીતમાં મહેમાનો પણ ગરબાના તાલે ઝૂમતા જાેવા મળી રહ્યા છે. આ ઉપરાંત ફેન પેજ પર બીજાે એક વિડીયો શેર કરવામાં આવ્યો છે.
જેમાં ગ્રહશાંતિની પૂજા ચાલી રહી છે. દિલીપ જાેષી તેમનાં પત્ની અને દીકરી નિયતિ પૂજામાં બેઠેલા જાેવા મળે છે. હોટેલમાં જ પ્રસંગો રાખવામાં આવ્યા હતા ત્યારે ગ્રહશાંતિ પણ ત્યાં જ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, નિયતિ અને યશોવર્ધનના લવ મેરેજ છે.
તેઓ બંને સાથે અભ્યાસ કરતાં હતા અને ખાસ્સા વર્ષથી રિલેશનશીપમાં હતા. દિલીપ જાેષીએ દીકરીના લગ્નમાં માત્ર નજીકના સંબંધીઓને જ આમંત્રણ આપ્યું હતું. મીડિયા રિપોર્ટનું માનીએ તો, ૧૧ ડિસેમ્બરે મુંબઈની તાજ હોટેલમાં નિયતિ અને યશોવર્ધનનું રિસેપ્શન રાખવામાં આવ્યું છે.
જેમાં દિલીપ જાેષીએ દિશા વાકાણી સહિત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમને આમંત્રણ આપ્યું છે. દિલીપ જાેષી છેલ્લા ૧૩ વર્ષથી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવે છે. તેમના પાત્રને દર્શકોનો અપાર પ્રેમ મળ્યો છે.
હાલમાં જ સીરિયલની આખી ટીમે ‘કૌન બનેગા કરોડપતિ ૧૩’ માટે શૂટિંગ કર્યું હતું. શાનદાર શુક્રવાર (૧૦ ડિસેમ્બર)ના એપિસોડમાં સીરિયલની આખી ટીમ કેબીસીના મંચ પર જાેવા મળશે. જેમાં જેઠાલાલ બાપુજી એટલે કે એક્ટર અમિત ભટ્ટ સાથે હોટસીટ પર બેઠેલા જાેવા મળશે.SSS