દીકરીને વીજકરંટ લાગતા બચાવવા જતાં માતા-પિતાનું મૃત્યુ
નડીયાદ: ખેડા જિલ્લાના મહેમવાદમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, પુત્રીને બચાવવા જતા માતા પિતાએ જીવ ગુમાવ્યો છે, સણસોલી પાસે ગોગજી પુરા નજીક માતા પિતાએ દીકરીને બચાવવા જતા જીવ ગુમાવ્યો છે, ગઈ કાલે સાંજના સમયે દીકરી કપડા સુકવવા જતી હતી ત્યારે વીજ કરંટ લાગતા પિતા દીકરીનો અવાસ સાંભળી દોડી આવ્યા હતા..જે બાદ માતા પણ દીકરીને બચાવવા દોડી આવી હતી. પરંતું દીકરીને બચાવવા જતા માતા પિતાને પણ કરંટ લાગ્યો હતો.
સીમ વિસ્તારમાં પુત્રી જ્યારે કપડાં સુકવવા જતી હતી તે સમયે પુત્રીને કરંટ લાગ્યો હતો નજર સામે જ બનતી ઘટના જાેઈ પિતા દીકરીને બચાવવા દોડી આવ્યા તેમજ પાસે ઉભેલી માતા પણ દીકરીને બચાવવા દોડી આવી ત્યારે સમગ્ર ઘટનામાં દીકરીનો આબાદ બચાવ થયો છે, જ્યારે માતા પિતાને ગંભીર અસર થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતું ફરજ પરના તબીબોએ બંન્ને ને મૃત જાહેર કર્યા હતા..આ સમગ્ર ઘટનાથી આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ બનાવમાં દીકરી તો બચી ગઈ પરંતુ તેના માતા-પિતા મોતના મુખમાં ધકેલાતાં પરિવાર પર આભ તૂટી પડયું છે માતા-પિતાની છત્રછાયા ગુમાવતા દીકરી અને તેના પરિવારજનો શોક મગ્ન બની ગયા છે દીકરીને બચાવવા જતા માતા પિતાને કરંટ લાગતા તેનું મોત નિપજ્યું તે મામલે પોલીસ અપમૃત્યુની ફરિયાદ નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી હતી..