દીકરી આલિયાની વિદાયથી મહેશ ભટ્ટ થયા ભાવુક

મુંબઇ, લગ્ન ભલે કેટલા પણ ભવ્ય કેમ ના હોય પરંતુ દીકરીની વિદાયના વિચાર સાથે જ માતા-પિતાની આંખોમાં આંસૂ આવી જાય છે. આવું જ કંઈક રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં પણ જાેવા મળ્યું. Ranbir-Alia ના લગ્નથી આલિયાના પિતા Mahesh Bhatt ની જેટલી પણ તસવીરો સામે આવી છે તેમાં તેમનું દીકરીની વિદાયનું દુઃખ દેખાઈ રહ્યું છે.
ભવ્ય વેડિંગથી જ્યાં રણબીર-આલિયાની ઘણી બધી તસવીરો તમે જાેઈ હશે પરંતુ હવે અમે તમારા માટે દુલ્હનના પિતાની કેટલીક ભાવુક તસવીરો લઈને આવ્યા છીએ. મહેશ ભટ્ટની જમાઈ રણબીર કપૂરને ભેટી પડ્યાની આ તસવીર ખુબ જ વાયરલ થઈ રહી છે. તસવીરમાં મહેશ ભટ્ટના ચહેરા પર ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ દરમિયાન રણબીર કપૂર પણ તેમના સસરાને સંભાળતા જાેવા મળ્યો હતો.
દરેક લોકો રણબીર અને મહેશ ભટ્ટની આ તસવીરને ખુબ જ પસંદ કરી રહ્યા છે. દીકરીની મહેંદી સેરેમનીથી મહેશ ભટ્ટની આ તસવીર સામે આવી છે. મહેશ ભટ્ટે તેમના એક હાથ પર પુત્રી આલિયા અને બીજા હાથ પર જમાઈ રણબીરનું નામ લખાવ્યું હતું. આ સાથે જ મહેશ ભટ્ટની વધુ એક તસવીર સામે આવી છે.
આ તસવીરમાં તે લગ્નની ઝગઝગાટમાં એકલા બેઠા છે અને તેમનો પુત્ર રાહુલ ભટ્ટ તેમના પગ દબાવતો જાેવા મળ્યો હતો. ફેમિલી ફોટોમાં પણ મહેશ ભટ્ટ ચુપચાપ દેખાઈ રહ્યા હતા. જ્યાં આખો પરિવાર પોઝ માટે સ્માઈલ આપી રહ્યો છે ત્યાં મહેશ ભટ્ટ ખુબ જ શાંત જાેવા મળ્યા હતા.SSS