દીકરી ઇનાયાને છોડીને કામ પર જવું મુશ્કેલ: સોહા અલી
મુંબઈ, કોરોના મહામારી બાદ અભિનેત્રી સોહા અલી ખાન માટે કામ પર પાછા ફરવું સરળ અને મુશ્કેલ બંને રહ્યું છે. આ એટલા માટે છે કારણ કે તેમને તેમની ચાર વર્ષની પુત્રી ઇનાયા નાઓમી ખેમુને છોડવાની આદત નથી. પરંતુ સોહા કહે છે કે, તેને કામ પર પાછા ફરવામાં તેને ખોટુ નથી લાગતુ. ઇન્ટરવ્યુમાં સોહા કહે છે, ઇનાયાને ઘરે છોડીને કામ પર જવું મુશ્કેલ છે, કારણ કે જ્યારે પણ અમે ઘરે હોઈએ છીએ ત્યારે અમે ફક્ત વાત કરીએ છીએ, હસીએ છીએ અને ડાન્સ કરીએ છીએ. હું, કુણાલ અને ઇનાયા એકબીજા સાથે ઘણી વાતો કરે છે.
તેથી તેનાથી દૂર રહેવું મુશ્કેલ છે. હું જાણું છું કે તે મને યાદ કરે છે, અને આ વાત મને વધુ પરેશાન કરે છે. સોહા કહે છે કે કામનું મહત્વ સમજ્યા પછી, તેના માટે બહાર નીકળવું થોડું સરળ થઈ ગયુ છે. સોહા અલી ખાન વધુમાં કહે છે કે, અમે હંમેશા વીડિયો કોલ દ્વારા એકબીજા સાથે વાત કરીએ છીએ.
પરંતુ જ્યારે પણ હું કામ પર જાઉં છું ત્યારે હું તેની માફી નથી માંગતી. હું મારી પુત્રીને કહું છું કે, હું કંઈક કરવા જઈ રહ્યી છું જે મને ગમે છે, તેથી હું બહાર જઈ રહી છું. હવે જ્યારે હું બહાર જાઉં છું, ત્યારે તે મને ‘ગુડ લક’ અને ‘અ ગુડ ડે’ ની શુભેચ્છા પાઠવે છે.
સોહા તેની પુત્રી ઇનાયાને સમજાવવા માંગે છે કે, કોઈનું જીવન કોઈની આસપાસ ફરતું નથી. તે કહે છે કે, હું ઇચ્છતી પણ નથી કે ઇનાયાના જીવનમાં હંમેશાં હું, કુણાલ અથવા પરિવારના અન્ય કોઈ સભ્યનો સમાવેશ થાય. આ એટલા માટે છે કારણ કે આપણે સાથે જે પણ સમય પસાર કરીએ છીએ તે સાર્થક છે.
પરંતુ એવું બિલકુલ નથી કે સોહા હંમેશાં તેની પુત્રીને એકલી છોડી દે છે. જ્યારે તે બહાર શૂટિંગ કરી રહી હોય છે, ત્યારે તે ઇનાયાને પણ તેની સાથે લઈ જાય છે. માતા અને પુત્રી તાજેતરમાં રાજસ્થાન અને દિલ્હીમાં જાેવા મળ્યા હતા. સોહા કહે છે કે હવે ઇનાયા સમજવા લાગી છે કે તેની માતા શું કરે છે.
તે શૂટિંગ દરમિયાન એક્શન પણ બોલે છે અને ઘણી વાર કટ કરે છે. તે તાળીઓ પાડે છે અને જાેરથી કહે છે, ‘ગુડ જાેબ મમ્મા’. સોહા વધુ હસે છે અને કહે છે કે જ્યારે તે શાળાએ જશે ત્યારે તે આ પ્રકારની મસ્તી કરી શકશે નહીં. પોતાના જન્મદિવસ વિશે વાત કરતાં કહે છે કે, આ પહેલી વાર હતું જ્યારે કુણાલ સાથે ન હતો. તે લખનઉમાં શૂટિંગ કરી રહ્યા હતા. કુણાલ એક દિવસ પુત્રી ઇનાયાના જન્મદિવસે આવ્યો હતો, પછી કામ પર પાછા ફર્યા હતા.SSS