દીકરી વામિકાની સાથે લંડનના રસ્તા પર ફરવા નીકળી અનુષ્કા

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલ દીકરી વામિકા અને ક્રિકેટર-પતિ વિરાટ કોહલી સાથે હાલ લંડનમાં છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર લંડનથી પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરી રહી છે. અનુષ્કા હાલમાં જ દીકરી વામિકાને સ્ટ્રોલરમાં બેસાડીને લંડનના રસ્તા પર ફરવા નીકળી હતી. આ દરમિયાન તે કેમેરામાં કેદ થઈ હતી. આ તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. અનુષ્કા શર્માની દીકરી સાથેની તસવીરો તેના ફેનપેજે શેર કરી છે. વાયરલ થયેલી તસવીરોમાં અનુષ્કા શર્મા શર્ટ, પેન્ટની સાથે ઓરેન્જ ઓવરસાઈઝ કોટમાં જાેવા મળી રહી છે.
તેણે પોતાના શોર્ટ હેર બાંધીને રાખ્યા છે અને નો-મેકઅપ લૂકમાં જાેવા મળી રહી છે. તે સ્ટ્રોલર પકડીને લંડનના રસ્તા ફરી રહી છે, જેમાં વામિકાને બેસાડી છે. તેવું લાગે છે કે, તસવીરો કોઈએ ક્લિક કરી હોવાની વાતથી અનુષ્કા અજાણ હતી. બીજી તરફ વિરાટ કોહલી પ્રેક્ટિસમાં વ્યસ્ત છે. જાે કે, તે તેની પ્રેમાળ પત્ની અને ક્યૂટ દીકરી વામિકા માટે સમય કાઢવાનું ભૂલતો નથી. અનુષ્કાએ હાલમાં પતિ તેમજ દીકરી સાથે લંડનના એક કેફેમાં લીધેલા ક્વીક બ્રેકફાસ્ટની તસવીર શેર કરી હતી.
અનુષ્કા શર્માએ હાલમાં જ એક પહેલની શરૂઆત કરી છે. જે મુજબ તે મેટરનિટીના આઉટફિટને ઓનલાઈન વેચવા મૂક્યા છે. જેનાથી થયેલી કમાણીને તે સ્નેહા નામના એનજીઓને દાનમાં આપશે. અનુષ્કા શર્માએ જણાવ્યું કે, મને આ વિચાર પ્રેગ્નેન્સી દરમિયાન જ આવ્યો હતો.
આ એક સરળ રીત છે જેના દ્વારા આપણે એક સારું જીવન જીવી શકીએ છીએ. પોતાના કપડાને સર્ક્યુલર ફેશન સિસ્ટમમાં ઉપયોગ કરીને આપણે પર્યાવરણ માટે પોઝિટિવ કામ કરી શકીએ છીએ. મેં મારી પ્રેગ્નેન્સી દરમિયાન વિચાર્યું કે, આ આપણા જીવનનો એક ખાસ સમય હોય છે તો કેમ તેનો ઉપયોગ સર્ક્યુલર ઈકોનોમીમાં ન કરવામાં આવે. તેથી મને આશા છે કે આપણે સાથે મળીને તેની શરૂઆત કરી શકીએ છીએ.