દીકરી વિના સમય પસાર કરી રહ્યા છે વિરાટ-અનુષ્કા
સમર વેકેશનની તસવીરો આવી સામે
વિરાટ-અનુષ્કા હાલ વેકેશન માણી રહ્યા છે: બીચ વેકેશન પરથી અનુષ્કાએ પતિ વિરાટ સાથેની સેલ્ફી શેર કરી છે
મુંબઈ, ઈન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા બુધવારે સવારે મુંબઈ એરપોર્ટ પર જાેવા મળ્યા હતા. પાવર કપલ વિરાટ-અનુષ્કા કોઈ અજાણ્યા સ્થળે વેકેશન માટે પહોંચી ગયા છે. અનુષ્કા શર્માએ વેકેશન પરથી પતિ સાથેની સેલ્ફી શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે.
અનુષ્કા શર્માએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરેલી આ સેલ્ફીમાં તે સ્પગેટી ટોપ અને લેયરવાળી ચેઈન પહરેલી દેખાય છે. જ્યારે વિરાટ કોહલીએ બ્રાઉન રંગનું ટી-શર્ટ પહેર્યું છે. અનુષ્કા શર્માનો આ નો મેક-અપ લૂક ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.આ સિવાય અનુષ્કા શર્માએ બીચ વેકેશનની વધુ એક તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે.
જેમાં સામે સુંદર દરિયો અને સફેદ રંગની રેતીવાળો કિનારો જાેવા મળી રહ્યો છે. પ્લેટમાં વિવિધ ફ્રૂટ કાપીને મૂકેલા છે.અનુષ્કાએ આ ફોટો શેર કરતાં લખ્યું, દિવસની હેલ્ધી શરૂઆત કરો અને તેનો અંત વિરુદ્ધ પ્રકારે લાવો. આ ફોટો જાેતાં લાગી રહ્યું છે કે, અનુષ્કા અને વિરાટ સેલિબ્રિટીઝના ફેવરિટ હોલિડે ડેસ્ટિનેશન માલદીવ્સમાં રજાઓ ગાળી રહ્યા છે. જાેકે, કપલ ક્યાં બીચ વેકેશન મનાવી રહ્યું છે તેની પુષ્ટિ થઈ શકી નથી.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બુધવારે મુંબઈ એરપોર્ટ પર જાેવા મળ્યા ત્યારે તેમણે હસીને મીડિયાના ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતો. જાેકે, તેમની દીકરી વામિકા સાથે નહોતી જાેવા મળી. હવે સ્ટાર કપલ દીકરીને મુંબઈ મૂકીને જ વેકેશન માણવા ગયું છે કે કેમ? તે પ્રશ્ન છે. વિરાટ અને અનુષ્કા પોતાની દીકરીને દુનિયા અને મીડિયાની નજરોથી દૂર રાખે છે.
એવામાં દીકરીને પોતાની સાથે વેકેશન પર લઈ ગયા છે કે નહીં તેની ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી.વર્કફ્રંટની વાત કરીએ તો, અનુષ્કા શર્મા હાલ પોતાની આગામી ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ માટે પરસેવો પાડી રહી છે. ભારતીય મહિલા ક્રિકેટર ઝુલણ ગોસ્વામીની બાયોપિકમાં અનુષ્કા લીડ રોલમાં છે.આ ફિલ્મ માટે અનુષ્કા ક્રિકેટ શીખી રહી છે
અને અમુક ટેક્નિક શીખવમાં પતિ વિરાટ પણ મદદ કરી રહ્યો છે તેમ અનુષ્કા એક ઈન્ટરવ્યૂમાં કહી ચૂકી છે. પ્રોસિત રોયના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. અનુષ્કા શર્મા છેલ્લે ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘ઝીરો’માં જાેવા મળી હતી.sss