દીકરી સાથે બર્થ ડે પાર્ટીમાંથી નીકળતા ફેનની હરકત જોઈને શિલ્પા ભડકી

મુંબઇ, ટેલિવુડ એક્ટ્રેસ Smriti khanna અને તેના પતિ Gautam Gupta ની દીકરી અનાયકા ૧૫ એપ્રિલે બે વર્ષની થઈ છે. કપલે દીકરીનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે પાર્ટી રાખી હતી. જેમાં બોલિવુડ એક્ટ્રેસ Shilpa Shetty પોતાની દીકરી સમિષાને લઈને પહોંચી હતી.
સમિષા અને શિલ્પા બર્થ ડે પાર્ટી પૂરી થયા બાદ ઘરે જતાં હતા ત્યારે એવી કંઈક ઘટના બની કે શિલ્પા ભડકી ગઈ હતી. શિલ્પા અને સમિષાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનાયકા ગુપ્તાની બર્થ ડે પાર્ટીમાં સામેલ થઈને શિલ્પા નાનકડી દીકરી સમિષા સાથે પોતાની કાર તરફ જઈ રહી હતી. એ સમયે ત્યાં મીડિયાના ફોટોગ્રાફર્સ સહિત કેટલાક ફેન્સ હાજર હતા.
કારમાં બેસતી વખતે શિલ્પાએ ફોટોગ્રાફર્સને ‘બાય’ કહ્યું હતું. તો નાનકડી સમિષાએ પણ કારમાં બેસીને ફોટોગ્રાફર્સને ‘ટાટા બાય બાય’ કહ્યું હતું. શિલ્પા દીકરીને લઈને કારમાં બેઠી ત્યારે એક ફેન અંદર ઘૂસવાની કોશિશ કરવા લાગ્યો. ત્યારે શિલ્પા ભડકી ગઈ અને તેણે કહ્યું, “શું કરે છે ભાઈ?” શિલ્પાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
અનાયકા ગુપ્તાની બર્થ ડે પાર્ટીની વાત કરીએ તો, સ્મૃતિએ ૧૫ એપ્રિલે દીકરીની બર્થ ડે પાર્ટી રાખી હતી. જેમાં સ્મૃતિ અને ગૌતમના મિત્રો હાજર રહ્યા હતા. જાેકે, બર્થ ડે પાર્ટીની તસવીરોમાં ધ્યાન શિલ્પા અને સમિષાએ ખેંચ્યું હતું. સ્મૃતિએ દીકરીના બર્થ ડે સેલિબ્રેશનની કેટલીય તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
તસવીરોમાં જાેઈ શકો છો કે કોકોમેલન થીમ બર્થ ડે પાર્ટીમાં સ્મૃતિએ પેસ્ટલ રંગનો રફલ્ડ અપ ડ્રેસ પહેર્યો હતો. જ્યારે અનાયકાએ વ્હાઈટ રંગનું ફ્રોક પહેર્યું હતું. જ્યારે શિલ્પા શેટ્ટી અને તેની દીકરી પણ વ્હાઈટ રંગના કપડાંમાં ટિ્વનિંગ કરતાં જાેવા મળ્યા હતા.
સ્મૃતિએ બર્થ ડે પાર્ટીની તસવીરો શેર કરતાં લખ્યું, “અનાયકાની કોકોમેલન થીમ બર્થ ડે પાર્ટી.” એક તસવીરમાં સમિષા અને અનાયકા અન્ય નાની છોકરીઓ સાથે પોઝ આપી રહેલા જાેવા મળે છે.
એક તસવીરમાં બધી મમ્મીઓ પોતાના બાળકો વિના પોઝ આપતી જાેવા મળે છે. સ્મૃતિએ બીજી પણ કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં દીકરી માટે ખાસ તૈયાર કરાવેલી કેકની ઝલક પણ જાેવા મળે છે. તસવીરોમાં અનાયકા એકદમ ક્યૂટ લાગી રહી છે.SSS