દીકરી ૫ વર્ષની થતાં મીરાએ રેન્બો થીમ પર પાર્ટી રાખી
મુંબઈ, શાહિદ કપૂર અને મીરા રાજપૂતની દીકરી મિશા ૨૬ ઓગસ્ટે પાંચ વર્ષની થઈ ગઈ છે. મીરા રાજપૂત દર વર્ષે પોતાના બાળકોના બર્થ ડે સેલિબ્રેશનને ખાસ બનાવવાના પૂરતા પ્રયાસ કરે છે, તે મિશા અને ઝૈનને ગમતી થીમ પર ડેકોરેશન કરે છે. આ વખતે મિશાના બર્થ ડે પર રેન્બો થીમ રાખવામાં આવી હતી. મિશાના બર્થ ડે પર મીરાએ માત્ર કેકની તસવીર શેર કરી હતી.
જાે કે, હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર સેલિબ્રેશનની ઢગલો તસવીરો શેર કરી છે. જે આંખોને ગમી જાય તેવી છે. મીરા રાજપૂતે જે તસવીરો શેર કરી છે, તેમાં અંગ્રેજીમાં મિશા લખેલું જાેવા મળી રહ્યું છે. આ સિવાય સુંદર ડેકોરેશન અને કેકની તસવીર પણ શેર કરી છે, જે જાેવામાં એકદમ યમ્મી લાગી રહી છે. સ્ટાર વાઈફે આ સાથે લખ્યું છે કે, ‘જીવન ઘણા બધા રંગોથી બનેલું છે.
આ વખતે સ્ (મિશા)નો બર્થ ડે ઇન્દ્રધનુષ, બ્રાઈટ કલર્, અને સિમ્પલ ડેકોરેશનથી સજાવેલો હતો. ગયા વર્ષે હું દિયા પાર્ટી માટે ઉત્સાહિત હતી. બે બર્થ ડે અને એક વર્ષ, હું માત્ર આ દિવસની રાહ જાેઈ રહી હતી. મેં વધારે ડેકોરેશન નથી કર્યું અને ફન લાઈટ્સનો ઉપયોગ કર્યો કેક માટે રેન્બો પ્લેટ્સ અને નેપકિન્સ અને પાર્ટી માટે વાંસથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કર્યો.
ગયા વર્ષના વધેલા પોપકોર્ન કન્ટેનરનો આ વખતે ઉપયોગ કરવામાં આવ્યો અને બાકીના નાસ્તા માટે મિક્સ અને મેચ ક્રોકરી. આગળ તેણે લખ્યું છે મારી મમ્મીએ તેની સિગ્નેચર સેન્ડવિચ બનાવી હતી. તમારામાંથી કેટલા લોકો ૯૦ના દશકામાં પોતાના બર્થ ડે પર તે ખાતા હતા? મને હંમેશાથી પાર્ટી પહેલા ટેબલ પર બધુ વ્યવસ્થિત જાેઈએ છીએ, કે જેથી પાર્ટી ખતમ થયા બાદ ઓછું સરખું કરવું પડે. આ સિવાય દરેક ઉંમરની વ્યક્તિએ લીંબૂ-ચમચીની ગેમ પણ રમી અને તેમાં મજા આવી.
મને લાગે છે કે બાળકો કરતાં વડીલોએ વધારે મજા કરી. કેક તો અદ્દભુત હતી. હું જાણવાનું પસંદ કરીશ કે તમે લોકો કેવી રીતે તમારા બાળકોનો બર્થ ડે સેલિબ્રેટ કરો છો કારણ કે હું રિટાયર થવા જઈ રહી છું અને આગામી ચાર દિવસ બાદ ફરી સેલિબ્રેશન થવાનું છે.SSS