દીકરો છ વર્ષનો થતાં સમીરા રેડ્ડીએ સુંદર યાદો દેખાડી
તું મોટો થઈ જઈશ અને મોટો માણસ બની જઈશ ત્યારે પણ તું મમ્મીનો નાનો લાડુ જ રહીશ, સમીરાની ટિપ્પણ
મુંબઈ: સમીરા રેડ્ડીનો દીકરો હંસ આજે બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યો છે. હંસ છ વર્ષનો થઈ ગયો છે, ત્યારે એક્ટ્રેસે આ ખાસ દિવસે કેટલીક ખાસ ક્ષણોની ઝલક દેખાડી છે. સમીરાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં હંસ વખતના પ્રેગ્નેન્સી ફોટોશૂટથી લઈને મોટોભાઈ બનવા સુધી-સમીરાએ હંસના ઘણા બધા મૂડને કેપ્ચર કર્યો છે. સમીરા રેડ્ડીએ વીડિયો શેર કરીને લખ્યું છે કે, જ્યારે તું મોટો થઈ જઈશ અને મોટો વ્યક્તિ બની જઈશ ત્યારે પણ તું મમ્મીનો નાનો લાડુ જ રહીશ. ૬ વર્ષમાં મેં હંસને કેરિંગ ભાઈ બનવાથી લઈને અમારા જીવનમાં ખુશીઓ લાવતા જાેયો છે. હેપી બર્થ ડે હંસી. વી લવ યુ. હંમેશા ખુશ રહેજે. એક્ટ્રેસની આ પોસ્ટ પર રાજ કુંદ્રાએ કોમેન્ટ કરી છે અને હંસને હેપી બર્થ ડે વિશ કર્યું છે. તો સમીરાના સાસુ અને હંસના દાદીએ પણ પ્રપૌત્ર પર પ્રેમ વરસાવ્યો છે.
તેમણે લખ્યું છે કે, ધ લડૂએસ્ટ, ક્યૂટેસ્ટ, સ્માર્ટેસ્ટ અને મોસ્ટ એડોરેબલ લિટલ ફેલો હેપી હંસ ડે સમીરા રેડ્ડી અને તેનો પતિ અક્ષય વર્દે મે, ૨૦૧૫માં હંસના માતા-પિતા બન્યા હતા. પહેલી પ્રેગ્નેન્સી વિશે વાત કરતાં, એક્ટ્રેસે હાલમાં ખુલાસો કર્યો હતો કે દીકરાના જન્મ બાદ તે પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાં સરી પડી હતી. સમીરા રેડ્ડીએ જણાવ્યું હતું કે, તેના પતિ અક્ષય વર્દેએ દીકરાના ડાયપર બદલવાથી લઈને તેને ફીડિંગ કરાવવા સુધીની દેખરેખ રાખી હતી, જ્યારે તે પોતાની ફીલિંગ્સ સાથે સ્ટ્રગલ કરતી હતી.
‘મારા સાસુએ કહ્યું, તારું બાળક હેલ્ધી છે, તારો પતિ સપોર્ટિવ છે તો તું પરેશાન કેમ છો? મારી પાસે કોઈ જવાબ નહોતો. હું ડિસ્ચાર્જ થયા બાદ રડી હતી. હું હંસની સાથે ન હોવા પર પોતાને દોષી મહેસૂસ કરી રહી હતી. આવું એક વર્ષ સુધી ચાલતું રહ્યું. હું ઘણી તૂટી જતી હતી. હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી પૂરી રીતે કપાઈ ગઈ હતી. મારું વજન હજુ પણ ૧૦૫ કિલો હતો અને મને એલોપેસિયા એરિયાટા થયું હતું. મારા માથાના વાળ ખરી ગયા હતા. સમીરા રેડ્ડીએ તેની ગંભીર સમસ્યાને સમજતા એક ડોક્ટરની સલાહ લીધી હતી અને પોતાની દરેક સમસ્યાઓ જણાવી હતી. તેણે જણાવ્યું કે, વધારે વજનના કારણે તેને ઈન્ડસ્ટ્રીનો હિસ્સો હોવાના કારણે સતત સ્કેનર પર રાખવામાં આવી હતી. તે પોતાને એક નવી વ્યક્તિ તરીકે મહેસૂસ કરવા લાગી હતી.