Western Times News

Gujarati News

દીકરો ભાગ્યે જ પિતા વિશે પ્રશ્ન કરે છે: નિશા રાવલ

મુંબઇ, કંગના રનૌતના રિયાલિટી શો લૉક અપના નવા એપિસોડમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જાેવા મળ્યો. ઓડિયન્સને કન્ટેસ્ટન્ટની વચ્ચેના વિવાદ જાેવા મળ્યા તો અમુક કન્ટેસ્ટન્ટે પોતાના દિલની વાત કરી. કરણવીર બોહરા અને નિશા રાવલ વચ્ચેની વાતચીત પણ જાેવા મળી.

આ દરમિયાન નિશા રાવલે પોતાના વૈવાહિક જીવનની મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો. તેણે જણાવ્યું કે જ્યારે ઘરેલુ હિંસાની ઘટના બની ત્યારે તેનો દીકરો કાવિશ ચાર વર્ષનો પણ નહોતો. કરણવીર બોહરાએ નિશા રાવલને પૂછ્યું કે જ્યારે કાવિશ પિતા કરણ મહેરા વિશે પ્રશ્ન કરે છે ત્યારે તે શું કહે છે. તો નિશાએ જવાબ આપ્યો કે, તે ભાગ્યે જ પિતા વિશે પ્રશ્ન કરે છે.

કારણકે તેના પિતા હંમેશા એક શૉના શૂટિંગ માટે શહેરની બહાર રહેતા હતા. તે દરરોજ સંપર્ક પણ નહોતા કરતા. તેનો પિતા સાથે બોન્ડ એવો નહોતો, તેઓ દરરોજ ફોન પર પણ વાતચીત નહોતા કરતા. નિશા જણાવે છે કે, જે પણ ખાસ ઘડીઓ હતી તે મારા દ્વારા બનાવવામાં આવી હતી.

હું તેને દીકરા પાસે બેસવાનું કહેતી હતી. હું કાવિશ સાથે વાતો કરતી હતી. હું કરણને કહેતી હતી કે ફોન સાઈડ પર મૂકે. જ્યારે કાવિશ મને પૂછે છે કે તે ક્યાં છે અને તે કેમ બોલાવતા નથી, હું પપ્પાની રાહ જાેઈ રહ્યો છું. તો હું તેને કહુ છું કે, આઈ એમ સોરી, પણ તારી મા હંમેશા તારી સાથે છે.

હું જ તારા માટે મમ્મી અને પપ્પા બન્ને છું. નિશાએ જણાવ્યું કે, કાવિશ તેના અને કરણના સંબંધોની નકારાત્મક વાતો વિશે નથી જાણતો. તે પિતાની વાત કરે ત્યારે હું સારી જ વાતો કરુ છું. હું ઈચ્છુ છું કે બિહેવિયર થેરાપિસ્ટની મદદ લેવી જાેઈએ. બિહેવિયર થેરાપિસ્ટે મને જણાવ્યું કે, બાળક પર ધીરે ધીરે આની અસર પડશે. તેણે મને કહ્યું કે કાવિશને ઓછામાં ઓછી વાતોની જાણ થવી જાેઈએ.

તે જ્યારે કરણની વાત કરે છે હું તેને ભેટુ છું. તેની સાથે બેસીને વાત કરુ છું, તેને પ્રોત્સાહન આપુ છું. મારું માનવું છે કે, બાળકના ઉછેર માટે બે લોકોની જરૂર પડે છે. પણ જ્યારે જીવનમાં પરેશાની આવે છે ત્યારે એક પર જવાબદારી આવી જાય છે. કોઈ વાંધો નહીં, હું શીખી રહી છું.

ઉલ્લેખનીય છે કે નિશા રાવલ અને કરણ મહેરાના જીવનમાં ૨૦૨૧માં વળાંક આવ્યો હતો. ૩૧ મે ૨૦૨૧ના રોજ નિશાએ કરણ વિરુદ્ધ ફરિયાદ કરવાને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. નિશાએ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો અને લગ્નેત્તર સંબંધનો પણ આરોપ મૂક્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.