દીકરો વર્ષનો થતાં જલ્દી કામ પર પરત ફરશે અમૃતા
મુંબઇ, અમૃતા રાવ હંમેશા તેની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવામાં માને છે. તે પછી આરજે અનમોલ સાથેના લોન્ગ-ડિસ્ટન્સ રિલેશનશિપની વાત હોય અથવા બાદમાં થયેલા લગ્નની, તેના જીવન સાથે જાેડાયેલી દરેક વાત હંમેશા ખાનગી રહી છે.
પરંતુ અમૃતા રાવ અને આરજે અનમોલ હવે બદલાઈ ગયા છે. તેઓ તેમના જીવન વિશે વાતો કરવા લાગ્યા છે. અત્યારસુધીમાં સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં તેઓ ડેટિંગના દિવસોની વાત કરી ચૂક્યા છે અને હવે તેમણે તેમના સિક્રેટ વેડિંગ વિશે પણ ખુલાસો કર્યો છે.
અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ અમૃતા સાથે આ વિશે વાત કરી હતી. ૨૦૨૦માં મેં અને અનમોલે પહેલીવાર સાથે ઈન્સ્ટા લાઈવ ચેટ કરવાનું નક્કી કર્યું હતું કારણ કે દુનિયા બદલાઈ ગઈ હતી અને વાતાવરણમાં ઉદાસીનતા હતી તેથી અમે વિચાર્યું કે ચાલો કેટલાક નિયમ બદલીએ અને પ્રેમ ફેલાવીએ. જે રિસ્પોન્સ હતો તે ટ્રિગર પોઈન્ટ હતો અને અમે અમારી લવ સ્ટોરીને દેખાડવાનો નક્કી કર્યું હતું.
હવે અને દરવાજા ખોલી દીધા છે અને કંઈ સિક્રેટ નથી. હા, ૨૦૧૪માં અમે સિક્રેટ લગ્ન કર્યા હતા. તે સમયે સોશિયલ મીડિયા નહોતું. દુનિયા અલગ નથી. મારા લગ્નના સમાચાર મારા કરિયરને આડે આવે તેવી શક્યતા હતા. જાે કે, યોગ્ય સમયે લગ્ન કરવા પણ જરૂરી હતા અને તેથી જ અનમોલ સિક્રેટ વેડિંગનો આઈડિયા લઈને આવ્યો હતો. જે મને ગમ્યો હતો.
એકવાર તે કહ્યું હતું કે, અનમોલ ૨૦૧૨મા લગ્ન કરવા માગતો હતો અને તેણે તે સમયે તને એક્ટિંગ છોડી દેવા માટે કહ્યું હતું. તેના પર તમે બંનેએ કેવી રીતે કામ કર્યું? હા તે સાચુ છે. કિસિંગ સીન અને લવ મેકિંગ સીન કરવામાં કમ્ફર્ટેબલ ન હોવાના કારણે મેં કેટલીક મોટી ફિલ્મો જતી કરી હોવાનું અનમોલે જાેયુ હતું. તેથી, તેને તે પર્સનલ લાઈફ એક્સપ્લોર કરવાનો અને લગ્ન કરવાનો યોગ્ય સમય લાગ્યો હતો.
તેણે મને કરિયર છોડી દેવા માટે કહ્યું હતું, હું અંદરથી ધ્રૂજી ગઈ હતી. જાે કે, એક-બે દિવસ બાદ તેની માગ ગેરવાજબી હોવાનું તેને સમજાયું હતું અને માફી પણ માગી હતી.SSS