દીદીની પાર્ટીએ અનુસૂચિત જાતિના લોકોને ભિખારી કહ્યા, આ બાબા સાહેબનું અપમાન છે : મોદી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/modi-1024x576.jpg)
કોલકતા: પ્રધાનમંત્રીએ બંગાળના બર્ધમાનમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. તેઓએ ્સ્ઝ્રના નેતાએ કરેલા અનુસૂચિત જાતિના અપમાનના મુદ્દાને ઉઠાવ્યો હતો. બંગાળના લોકો પ્રત્યે દીદીની નફરત વધી રહી છે. દીદીની પાર્ટીના લોકો બંગાળના જીઝ્ર સમાજના લોકોને ભિખારી કહી રહ્યા છે, ગાળો આપી રહ્યા છે. દીદીની પાર્ટીએ બાબા સાહેબનું અપમાન કર્યું છે.
મોદીએ ટીએમસીના નેતા સુજાતા મંડલના એક નિવેદન પર નિશાન સાધ્યું હતું. જેમાં સુજાતાએ અનુસૂચિત જાતિના લોકોને ભિખારી કહ્યા હતા. આરામબાગ વિધાનસભા સીટથી ટીએમસીના ઉમેદવાર સુજાતા મંડલે કહ્યું હતું કે જીઝ્ર સમાજા લોકો સ્વભાવથી ભિખારી હોય છે. બંગાળમાં મમતા બેનર્જીએ આમના માટે કેટલું બધું કર્યું હતું, તેમ છતાં કેટલાક પૈસાની લાલચમાં ભાજપને સાથ આપી રહ્યા છે.મોદીએ પુછ્યું હતું કે મારા જીઝ્ર સમાજના ભાઈ-બહેન પર આ પ્રમાણેનું નિવેદન દીદીની અનુમતિ વગર કોઈ આપી શકે કે કેમ? આપણા દલિત સમાજના લોકો માટે કેટલું બધુ કહેવામાં આવ્યું છે, તેમ છતાં દીદીએ માફી માંગી નથી. ભારતની ઘણી બધી પાર્ટીઓ દીદીની સાથે ઊભી રહી જાય છે, પરંતુ કોઈએ પણ દલિત સમાજની માફી માંગી નથી અને એમના અપમાન વિરૂદ્ધ એકપણ શબ્દ ઉચ્ચાર્યો નથી.
પ્રધાનમંત્રીએ તંજ કસ્યો હતો કે દીદી ઓ.. દીદી. તમને અને તમારા નજીકના લોકોને શું થઈ ગયું છે? તેઓ કહેવા લાગ્યા છે કે ભાજપને મત આપનારાઓને ઉઠાવીને બહાર પટકી દેવા જાેઇએ. તમારું ઘમંડ કોઈને પણ યોગ્ય ના લાગ્યું. દલિતોનું અપમાન બંગાળ ભૂલશે નહીં. દીદી તમને ગાળો આપવી હોય તો મોદીને આપો, પરંતુ બંગાળના ગૌરવનું અપમાન ના કરો. બંગાળ હવે કટમની, તોલાબાજી અને સિન્ડિકેટને સહન કરશે નહીં.
મોદીએ બંગાળમાં બિહારના પોલીસકર્મીના મોબ-લિંચિંગનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, એક બહાદુર પોલીસ અધિકારી બે દિવસ પહેલા પોતાની ફરજ બજાવવા બંગાળની ભૂમિ પર આવ્યો હતો, પરંતુ બંગાળમાં અહીં પોલીસ અધિકારીની માર-મારીને હત્યા કરી દેવાઈ હતી. જ્યારે અધિકારીના માતાએ તેના બહાદુર યુવાન પુત્રનું ડેડબોડી જાેયું હતું, ત્યારે તેણીનું પણ મોત નીપજ્યું હતું.
દીદીની નીતિઓએ ખબર નહીં કે કેટલી માતાઓ પાસેથી એમના પુત્રોને છીનવી લીધા છે. તેમણે ચોથા તબક્કાની હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે કૂચ બિહારમાં ૨ દિવસ પહેલા મૃત્યું પામેલા લોકો પણ કોક માતાના પુત્રો હતા. તેમણે મમતા બેનર્જીને પૂછ્યું હતું કે શું એ પોલીસ અધિકારીની માતા તમારા માટે માં નહોતી? તમે કેટલા કઠોર અને ર્નિદય છો આની ધારણા કોઈપણ માતાને નથી.મોદીએ કહ્યું હતું કે દીદી ક્લિન બોલ્ડ થઈ ગયા છે.
અહીંયાની જનતાએ ચૂંટણીના ચાર તબક્કાઓમાં એટલા ચોગ્ગા-છગ્ગા માર્યા હતા કે ભાજપની સદી થઈ ગઈ હતી. મોદીએ કહ્યું હતું કે દીદીએ ૧૦ વર્ષ સુધી બંગાળમાં માતા, માટી અને માનુષના બળ પર શાસન કર્યું છે. આ ૧૦ વર્ષોમાં બંગાળના લોકોને જે પીડા થઈ છે એની ચર્ચા પણ નથી કરાઈ રહી. દીદીએ બંગાળમાં ઘણી બધી ગડબડો કરી છે. દીદીએ જનતાનું નહીં એમના નજીકના લોકોનું સારૂં કર્યું છે અને આ લોકોએ ગરીબ જનતાને લૂંટીને મોટા-મોટા ઘર બનાવ્યા છે.
પીએમ મોદીએ પૂછ્યું હતું કે દીદીને બર્ધમાનનું મિહિદાન (મીઠાઇ) પસંદ નથી ? મને આશ્ચર્ય થાય છે કે દીદી આવી કડવાશ ક્યાંથી લાવે છે. દીદીની કડવાશ, તેનો ક્રોધ, તેનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. જે લોકો સાથે રમવાનું વિચારતા હતા તેઓની સાથે મોટી ગેમ રમાઈ ગઈ.હવે મને કહો, દીદી તમારી ઉપર ગુસ્સા આવે કે નહીં. એક તો નંદીગ્રામમાં દીદીને ક્લીન બોલ્ડ કરી દીધા, એટલે કે બંગાળમાં દીદીની ઇનિંગ્સ પૂરી થઈ ગઈ છે. બંગાળની પ્રજાએ દીદીની યોજનાને નિષ્ફળ કરી છે. દીદી તૈયારી કરીને બેઠા હતા કે એમના ભત્રીજાને ખુરશી આપશે. પરંતુ બંગાળની બુદ્ધિમાન જનતાએ દીદીને નિષ્ફળ કરી દીધા છે.