દીપક ઇન્ડસ્ટ્રીઝમાં એક બાદ એક ૫ મોટા ધડાકા
હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ આ ઘટનામાં ૧૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે
વડોદરા ,વડોદરા નજીક આવેલી નંદેસરી ઓદ્યોગિક એકમમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે. દીપક ઇન્ડસ્ટ્રીઝમાં એક બાદ એક પાંચ બ્લાસ્ટ થયા બાદ આગ લાગી છે.વડોદરાના નંદેસરી GIDCમાં આવેલી દીપક નાઈટ્રોજન નામની ખાનગી કેમિકલ કંપનીમાં બોઇલર ફાટતા ભીષણ આગ લાગી છે. કંપનીમાં એક બાદ એક પાંચ જેટલા મોટા ધડાકા થયા હતા. ધડાકા થતા જ સમગ્ર વિસ્તારની ધરા ધ્રૂજી ઉઠી હતી.
બ્લાસ્ટ બાદ આગ લાગતા આસપાસની કંપનીઓને પણ નુકસાન પહોંચ્યું છે. કંપનીમાં બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે ૫ કિલોમીટર દૂરથી આગ અને ધૂમાડાના ગોટેગોટા નજરે પડી રહ્યા છે.હાલ આગ પર કાબૂ મેળવવા માટે નંદેસરી ફાયર વિભાગની ૩ ગાડીઓ પ્રયાસ કરી રહી છે. તો આગ હજુ મોટું સ્વરૂપ ન લે અને પ્રસરે નહીં તે માટે મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. નંદેસરીની આસપાસના ફાયર સ્ટેશનોથી પણ તાત્કાલિક ગાડીઓને બોલાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. પરંતુ આ ઘટનામાં ૧૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો બીજી તરફ નંદેસરી ખાલી કરવાના આદેશ અપાયા હોવાની અફવાએ જાેર પકડતા હાલ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.ss3kp