દીપડાના હુમલામાં મૃત્યુ પામનાર યુવતીના પરિવારજનોને રૂ. ૪ લાખની સહાય
દાહોદ જિલ્લામાં હિંસક પ્રાણીના હુમલામાં મૃત્યુ પામનારી એક યુવતીના પરિવારજનને વન વિભાગ દ્વારા રૂ. રૂ. ચાર લાખની સહાય કરાઇ છે. ગત્ત તારીખ ૨૬ના રોજ ધાનપુર તાલુકાના ખજૂરી ગામમાં આવી ચઢેલા એક દીપડાના કરેલા હુમલામાં કાજલબેન નામની યુવતીનું મૃત્યું થયું હતું.
તેમને નિયમોનુસાર સરકારની સહાય આપવા માટે વન વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. તે બાદ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી સહાય આપવા માટે રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ, નાયબ વન સંરક્ષક શ્રી આર. એમ. પરમાર તથા સહાયક વન સંરક્ષક શ્રી ઋષિરાજ પુવાર ખજૂરી ગામે પહોંચ્યા હતા અને જ્યાં તેમણે મૃતકના પિતા શ્રી સુમલાભાઇ ડામોરને સહાયની રકમનો ચેક અર્પણ કર્યો હતો.