દીપડા સામે ખેડૂતે બાથ ભીડાતા દીપડો ઉભી પૂંછડિયે નાઠો,લોકોમાં ફફડાટ ફેલાયો
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લાની ગિરિમાળાઓમાં વસવાટ કરતા દીપડાઓ ધીરે ધીરે માનવ વસવાટ બાજુ લટાર મારી પશુઓનું મારણ કરી રહ્યા હોવાની સાથે ખેડૂત પર હુમલો કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. બાયડના ગાબટ ગામે રહેણાંક વિસ્તારમાં ઘૂસી દીપડાએ ખેડૂત પર હુમલો કરતા ભારે ચકચાર મચી હતી.
ખેડૂતએ હિંમતભેર દીપડાનો સામનો કરતા દીપડાએ પંજા વડે હુમલો કરતા ખેડૂત ઈજાગ્રસ્ત બન્યો હતો દીપડાએ ખેડૂત પર હુમલો કરતા વનવિભાગ તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને દીપડો કોઈ નો ભોગ લે તે પહેલા આણંદથી દીપડાને ઝડપી પાડવા માટે નિષ્ણાંત લોકોની ટીમ બોલાવી ઝાળ બીછાવી ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.
અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ગાબટ ગામે જંગલી જાનવર દીપડાએ એક ઈસમ પર વહેલી પરોઢે હુમલો કરતાં ગાબટ ગામ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો ગાબટ ગામે સરકારી દવાખાના પાછળના વિસ્તારમાં દિનેશભાઈ દલાભાઈ વણકરનું રહેણાંક મકાન આવેલ છે.
તેઓ વહેલી સવારે ઘરની બહાર દુધ દોહવા માટે નિકળ્યા હતા ત્યારે વાડામાં સામે બેસેલા દીપડાએ દીનેશભાઈ વણકર પર હુમલો કરતાં હિંમતવાન દીનેશભાઈએ તેનો પ્રતિકાર કરતાં દીપડો સામાન્ય ઈજા પહોંચાડી નાસી છુટયો હતો.
જંગલી જાનવર દીપડો આવ્યાની વાત વિસ્તારમાં પ્રસરી જતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. જંગલ ખાતાને જાણ થતાં મોડે મોડે જંગલ ખાતાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.દીપડાને નજરે જોનારા લોકોનું કહેવું છે કે,દીપડો ગાબટ ગામમાં થઈને આ તરફ આવ્યો હોવાનું જણાવ્યું હતું. લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી