દીપિકાએ Cannes ફિલ્મ ફેસ્ટિવલના જ્યુરી મેમ્બર્સ સાથે લીધું ડિનર

મુંબઈ, દીપિકા પાદુકોણ, જે કાન ફિલ્મ ફેસ્ટિવલના ૭૫મા એડિશનના આઠ જ્યુરી મેમ્બર્સમાંથી એક છે, તેણે સોમવારે રાતે જ્યુરી ડિનરમાં ભાગ લીધો હતો. જ્યુરી ડિનરમાં એક્ટ્રેસ મલ્ટી-કલરનો સ્ટ્રાઈપ્ડ મિનિ ડ્રેસ પહેરીને આવી હતી, તેણે અન્ય સભ્યો- અસગર ફરહાદી, રેબેકા હૉલ, વિન્સેન્ટ લિંડન, જેસ્મીન ટ્રિનકા, લેડેજ લી, જેફ નિકોલસ, નૂમી રેપેસ અને જાેઆચિમ ટ્રાયર સાથે પોઝ પણ આપ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા હેન્ડલ પર વાયરલ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, આજથી (૧૭ મે) કાન ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થવા જઈ રહી છે. આમ તો, દીપિકા પાદુકોણ વર્ષ ૨૦૧૭થી જ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહી છે. તે જ્યારે પણ રેડ કાર્પેટ પર હાજરી આપે છે ત્યારે તેના આઉટફિટથી લઈને ઓવરઓલ લૂક ચર્ચાનો વિષય બની રહે છે.
જાે કે, આ વખતે પહેલીવાર તે જ્યુરી મેમ્બર તરીકે હાજરી આપવાની છે. હાલમાં ઈન્ટરવ્યૂમાં, દીપિકા પાદુકોણે જ્યુરી મેમ્બર બનવા વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘૧૫ વર્ષ સુધી એક્ટિંગ કર્યા બાદ, આખરે તમારા કામને આ પ્રકારના ગ્લોબલ પ્લેટફોર્મ પર ઓળખવામાં આવે છે અને દેશને રજૂ કરવાની તક મળે છે.
હું કૃતજ્ઞ છું’. દીપિકા પાદુકોણના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, શરૂઆતના કેટલાક વર્ષ તેના માટે ઉતાર-ચડાવવાળા રહ્યા પરંતુ હવે તે બોલિવુડની ટોપ એક્ટ્રિસિસમાંથી એક બની ગઈ છે.
તેણે ૨૦૦૭માં આવેલી શાહરુખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી બોલિવુડમાં પગ મૂક્યો હતો, ત્યારબાદ તેણે બેક ટુ બેક ઘણી ફ્લોપ ફિલ્મો આપી હતી. જાે કે, સૈફ અલી ખાન અને ડાયના પેન્ટી સાથેની ફિલ્મ ‘કોકટેલ’માં કામ કર્યા બાદ ફરી તેના ભાગ્યના સિતારા ચમક્યા હતા અને યે જવાની હૈ દિવાની, હેપ્પી ન્યૂ યર, રામ લીલા, બાજીરાવ મસ્તાની, પીકુ, પદ્માવત અને છપાક જેવી હિટ ફિલ્મો આપી હતી.
અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો, દીપિકા પાદુકોણ સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘પઠાણ’માં શાહરુખ ખાન અને જ્હોન અબ્રાહમ સાથે જાેવા મળશે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ સિવાય તેની પાસે હ્રિતિક રોશન સાથેની ‘ફાઈટર’ ફિલ્મ છે.
તે નાગ અશ્વિનની અનટાઈલ્ડ ફિલ્મમાં પહેલીવાર પ્રભાસ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવાની છે. તે ‘પીકુ’ બાદ વધુ એક ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે કામ કરશે, જે હોલિવુડની ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની હિંદી રિમેક છે.SS1MS