દીપિકાની ફિલ્મ ગૂંચવાયેલા સંબંધોનું ઊંડાણ બતાવશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Dipika.jpg)
મુંબઈ, દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મનું નામ, પહેલી ઝલક અને રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. શકુન બત્રાના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મનું નામ ‘ગહેરાઈયાં’ છે. ફિલ્મમાં દીપિકા, સિદ્ધાંત અને અનન્યા ઉપરાંત ધૈર્ય કરવા પણ મહત્વના રોલમાં જાેવા મળશે.
ધૈર્ય ફિલ્મ ‘ઉરી’માં પોતાની શાનદાર એક્ટિંગ દ્વારા લોકોના દિલ જીતી ચૂક્યો છે. શકુન બત્રાની ‘ગહેરાઈયાં’ આવતા વર્ષે થિયેટરમાં નહીં પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. દીપિકા પાદુકોણે ફિલ્મની પહેલી ઝલક બતાવતો વિડીયો શેર કર્યો છે. તેણે લખ્યું, મારા દિલનો ટુકડો. ગહેરાઈયાં. ૨૫ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થશે. શકુન બત્રાની આ ફિલ્મ રિલેશનશીપ ડ્રામા છે, જેમાં ગૂંચવાયેલી મોર્ડન રિલેશનશીપની ઝલક બતાવામાં આવી છે.
ડાયરેક્ટરના કહેવા અનુસાર આ ફિલ્મ માનવીય સંબંધોની આંટીઘૂંટીની સફર છે અને આધુનિક એડલ્ટ રિલેશનશીપનો અરીસો છે. આ ફિલ્મ બતાવે છે કે, આપણે લાગણીઓ અને અહેસાસના ચક્રવ્યૂહમાંથી કેવી રીતે પસાર થઈએ છીએ અને આપણું દરેક ડગલું, દરેક ર્નિણય આપણી અને આસપાસના લોકોના જીવન પર કેવી અસર પાડે છે. ફિલ્મમાં દીપિકા, સિદ્ધાંત, અનન્યા અને ધૈર્ય ઉપરાંત નસીરુદ્દીન શાહ અને રજત કપૂર પણ મહત્વના રોલમાં છે.
૨૫ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. ધર્મા પ્રોડક્શન્સ હેઠળ બનેલી આ ફિલ્મ અંગે કરણ જાેહરે કહ્યું હતું, ગહેરાઈયાં આધુનિક સંબંધોનું ઊંડું, વાસ્તવિક અને ઈમાનદાર અવલોકન છે. શકુને માનવીય લાગણીઓની જટિલતા પર શાનદાર કામ કર્યું છે.
તેની મહેનત અને કલાકારોના પાવરફુલ પર્ફોર્મન્સ મળીને ફિલ્મ ખરેખર આકર્ષક બની છે. અમને વિશ્વાસ છે કે, દુનિયાભરના દર્શકો ફિલ્મ સાથે જાેડાઈ શકશે કારણકે તેનો મુખ્ય વિષય પ્રેમ અને દોસ્તી વર્સિસ કોઈની મહત્વાકાંક્ષા, લક્ષ્ય અને સંઘર્ષ છે. આ બાબત વૈશ્વિક છે.SSS