Western Times News

Gujarati News

દીપિકાને કરિયરની શરૂઆતમાં હતો બોલિવુડમાંથી બહાર ફેંકાઈ જવાનો ડર

મુંબઈ, દીપિકા પાદુકોણ બોલિવુડની ટોચની અભિનેત્રી પૈકીની એક છે. પરંતુ તેના લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. દીપિકાને ચિંતા હતી કે તેના સાઉથ ઈન્ડિયન ઉચ્ચારણોને કારણે તેને બોલિવુડમાંથી ‘ભૂંસાઈ જવાનો’ ડર હતો.

જાણીતા ફેશન મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં દીપિકાએ જણાવ્યું છે કે, તેના સ્પોર્ટ્‌સ બેકગ્રાઉન્ડ અને ઉચ્ચારણોના કારણે શરૂઆતના સમયગાળામાં તેને નકારી દેવામાં આવી હતી.

“મારા સાઉથ ઈન્ડિયન ઉચ્ચારણો નાપસંદ કરવામાં આવતા હતા અને તેના કારણે જ મને બોલિવુડમાંથી બહાર ફેંકાઈ જવાનો ડર હતો”, તેમ દીપિકા પાદુકોણે જણાવ્યું.

ભારતીય સિનેમામાં મહિલાઓને પડદા પર જે રીતે દર્શાવવામાં આવે છે તેમાં પરિવર્તન લાવવાનો શ્રેય દીપિકાને આપવામાં આવે છે ત્યારે આ વિશે પોતાના વિચારો રજૂ કરવાનું કહેવામાં આવતાં એક્ટ્રેસે કહ્યું, “એ પરિવર્તન માટે નાના કે મોટા જે પણ વખાણ હશે તે હું સ્વીકારી લઈશ.

ઈન્ટરવ્યૂ દરમિયાન દીપિકાએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોચની એક્ટ્રેસ બનવા માટે કરેલા સંઘર્ષ અને સફળતાનો સ્વાદ ચાખ્યા બાદ કેવું લાગે છે તે વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું, સ્ત્રી અને પુરુષ વચ્ચેની ચોક્કસ અસામનતાઓ મેં જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં જાેઈ છે પરંતુ મને ક્યારેય સરખામણી કરવાની જરૂર નથી લાગી.

અભિનેત્રી તરીકે સફળ થયા બાદ હવે દીપિકા પાદુકોણ ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી રહી છે. ત્યારે તે ઈન્ડસ્ટ્રીમાં શું પરિવર્તન લાવવા ઈચ્છે છે તે અંગે પૂછાતાં કહ્યું, હું ઈન્ડસ્ટ્રીમાં આઉટસાઈડર હતી એટલે હું શરૂઆતથી જ નિરીક્ષણ કરતી રહી. મને લાગે છે તેના જ કારણે હું મારું સ્ટેટસ બદલી શકી.

અગાઉ મારામાં પરિવર્તન લાવનાનો આત્મવિશ્વાસ નહોતો પરંતુ તેની ઈચ્છા હંમેશાથી હતી. બોલિવુડ ઉપરાંત દીપિકાએ હોલિવુડમાં પણ પ્રવેશ કર્યો છે દીપિકાએ ટઠઠઃ ઇીંર્ેહિ ક ઠટ્ઠહઙ્ઘીિ ઝ્રટ્ઠખ્તી દ્વારા હોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. હવે તે ક્રોસ કલ્ચર ફિલ્મમાં જાેવા મળવાની છે. ગ્લોબલ ઓડિયન્સને મનોરંજન પૂરું પાડવા અંગેના સવાલનો જવાબ આપતાં તેણે કહ્યું, “અત્યાર હોલિવુડમાં વિવિધતાની ચર્ચા ખૂબ નીચલા સ્તરે છે.

જ્યારે પણ તમારી ફિલ્મમાં બ્લેક અથવા એશિયન એક્ટર આવે ત્યારે તેને ડાઈવર્સ કાસ્ટિંગ માનવામાં આવે છે. પરંતુ આપણે સમજવું પડશે કે રસ્તો લાંબો છે તો જ પરિવર્તન જાેઈ શકીશું. વર્કફ્રંટની વાત કરીએ તો, દીપિકા પાદુકોણ શાહરૂખ ખાન સાથે ‘પઠાણ’માં, હૃતિક રોશન સાથે ‘ફાઈટર’માં પ્રભાસ સાથે ‘પ્રોજેક્ટ કે’માં અને અમિતાભ બચ્ચન સાથે હોલિવુડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની હિંદી રિમેકમાં જાેવા મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.