દીપિકા આગામી ફિલ્મનું શૂટિંગ કરતી જાેવા મળી
મુંબઈ: લોકડાઉનમાં હળવાશ આપવાની સાથે ફિલ્મો અને ટીવી સીરિયલોના શૂટિંગ શરૂ કરવાની પણ મંજૂરી મળી હતી. ત્યારબાદ મનોરંજન ઈન્ડસ્ટ્રી ફરીથી ધમધતી થઈ છે. કલાકારોએ પોતાના અધૂરા પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. દીપિકા પાદુકોણે પણ લોકડાઉન પછી શકુન બત્રાની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. હાલમાં જ દીપિકા પાદુકોણ મુંબઈમાં આ ફિલ્મનું શૂટિંગ કરતી જાેવા મળી હતી.
દીપિકા પાદુકોણ રવિવારે કો-એક્ટર ધૈર્ય કારવા સાથે શૂટિંગ કરતી જાેવા મળી હતી. તસવીરમાં જાેઈ શકો છો કે દીપિકાએ ગ્રે રંગનું ટોપ પહેર્યું છે અને તેના પર જ્હોન ડેન્વર ના ગીતની લાઈન, કન્ટ્રી રોડ્સ, ટેક મી હોમ લખેલી છે. તો શું આ ફિલ્મમાં દીપિકાનું પાત્ર જ્હોન ડેન્વનું ફેન હશે? ગ્રે ટી-શર્ટની સાથે દીપિકાએ ઓફ વ્હાઈટ ટ્રાઉઝર પહેર્યું હતું
અને સાથે એક ટોટ બેગ હતી. તો ધૈર્ય કારવાનો લૂક કેઝ્યુઅલ હતો. તે પ્રિન્ટેડ શર્ટમાં જાેવા મળ્યો હતો. તસવીર પરથી લાગી રહ્યું છે કે, કોઈ શાકમાર્કેટમાં દ્રશ્ય ફિલ્માવાઈ રહ્યું છે. ધૈર્ય અને દીપિકા ઉપરાંત આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે પણ મહત્વના રોલમાં છે. લોકડાઉન પછી ફિલ્મની કાસ્ટે ગોવાથી પહેલા શિડ્યુલનું શૂટિંગ શરૂ કર્યું હતું.
ત્યારબાદ તેઓ શૂટિંગ માટે અલીબાગ ગયા હતા અને હાલ મુંબઈમાં જ શૂટિંગ ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે, દીપિકા પાસે શકુન બત્રાની આ ફિલ્મ ઉપરાંત શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમ સ્ટારર ‘પઠાણ’ પણ છે. આ સિવાય દીપિકા અને હૃતિક રોશન એક્શન ફિલ્મ ‘ફાઈટર’માં જાેવા મળશે. દીપિકા પાદુકોણ સાઉથ સુપરસ્ટાર પ્રભાસ સાથે નાગ અશ્વિનની આગામી ફિલ્મમાં પણ દેખાશે.
હોલિવુડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની હિન્દી રિમેક પણ દીપિકા પાદુકોણ કરી રહી છે. દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહ સાથે કબીર ખાનની ફિલ્મ ૮૩માં જાેવા મળશે. આ ફિલ્મ ૨૦૨૦માં રિલીઝ થવાની હતી પરંતુ મહામારીના કારણે પાછી ઠેલાઈ છે.