દીપિકા કક્કડે પોતાનો ૩૫મો જન્મ દિવસ ઉજવ્યો
મુંબઈ: દીપિકા કક્કડ ટીવીના મશહૂર શો સસુરાલ સિમર કામાં ખુબ જ મહત્વનું પાત્ર નિભાવ્યું હતું. અને આજે પણ આ પાત્ર ઘર-ઘરમાં પ્રખ્યાત છે. આવામાં દીપિકા કક્કડ પોતાનો ૩૫મો જન્મ દિવસ મનાવી રહી છે. તો ચાલો દીપિકા વિશે જાણિએ કેટલીક ખાસ વાતો અને સાથે જ જાણિયે કે દીપિકા અને ઓએવની લવસ્ટોરી કેવી રીતે શરુ થઈ હતી. દીપિકા કક્કડે જે સમયે એક્ટિંગની દુનિયામાં પગ રાહ્યો હતો એ સમયે તે પરિણીત હતી. દીપિકાના પહેલા લગ્ન રોનક સેમ્સન સાથે થયા હતા.
જે વ્યવસાયે પાયલટ હતો. જાેકે, લવ મેરેજ હોવા છતાં પણ આ સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો નહીં. દીપિકાએ વર્ષ ૨૦૧૧માં સાસરી સિમરમાં કામ કરવાનું શરુ કર્યું હતું. દીપિકા અને તેના પતિ સાથે સંબંધો સારા ન હોવાના કારણે તે સેટ ઉપર પરેશાન રહેતી હતી. ત્યારબાદ બંનેએ વર્ષ ૨-૧૫માં છૂટાછેડા લઈ લીધા હતા. એ મુશ્કેલ સમયમાં શોએબે પોતાની દોસ્ત દીપિકાને ફૂલ સપોર્ટ કર્યો હતો. દીપિકા અને શોએબની મુલાકાત ટીવી શો સસુરાલ સમિર ઉપર થઈ હતી.
આ શો દરમિયાન બંને સારા મિત્રો બની ગયા હતા. પરંતુ દીપિકા એ સમયે પરિણીત હતી. અને દોસ્ત તરીકે શોએબે દીપિકાના ખરાબ સમયમાં સાથ આપ્યો હતો. દીપિકાએ જણાવ્યું કે શોએબે જણાવ્યું કે શોએબે સસુરાલ સિમરને છોડી દિધા બાદ એ અહેસાસ થયો કે તે શોએબને પ્રેમ કરવા લાગી હતી. સસુરાલ સિમર કા, ફેમ એક્ટ્રેસ દીપિકા કક્કડ સસુરાલ સિમર કા ૨માં દેખાઈ હતી. જાેકે, આ શોમાં સિમરનો રોલ ફરીથી કરતી દેખાઈ હતી. પરંતુ નવી સિમરને ઈન્ટ્રોડ્યૂસ કરાવ્યા બાદ શોને અલવિદા કહ્યું હતું.