દીપિકા-કેટરીના જ નહીં, રણબીર કપૂર અમીષા પટેલને પણ ડેટ કરતો ?

અમિષા ૪૯ વર્ષની ઉંમરે પણ તે હજુ પણ કુંવારી છે
રણબીર કપૂર તેની પહેલી ફિલ્મથી જ તેની ચોકલેટી અને પ્લેબોય છબી માટે દર્શકોમાં પ્રખ્યાત હતો
મુંબઈ,
રણબીર કપૂર પોતાની કારકિર્દીની શરૂઆતમાં પ્લેબોય તરીકે જાણીત થયો હતો. તે દિવસોમાં રણબીર જે એક્ટ્રેસ સાથે કામ કરતો હતો તેને ડેટ કરી રહ્યો હોવાના સમાચાર આવવા લાગતા. રણબીરના દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ સાથેનું રિલેશનશિપ જગજાહેર છે. આ એક્ટર ઘણા વર્ષાેથી આ બંને એક્ટ્રેસ સાથે રિલેશનશિપમાં હતો.રણબીર કપૂર તેની પહેલી ફિલ્મથી જ તેની ચોકલેટી અને પ્લેબોય છબી માટે દર્શકોમાં પ્રખ્યાત હતો. દીપિકા અને કેટરિના ઉપરાંત, રણબીર કપૂરનું નામ નંદિતા મહતાની, નરગીસ ફખરી અને માહિરા ખાન સાથે પણ જોડાયું હતું. તે દરમિયાન બોલિવૂડમાં દરરોજ રણબીર કપૂરના સંબંધો વિશે ચર્ચા થતી હતી.આ બધી એક્ટ્રેસ ઉપરાંત, રણબીર કપૂરનું નામ બીજી એક હિરોઈન સાથે જોડાયું હતું જેની સાથે તેણે ક્યારેય કામ કર્યું ન હતું, પરંતુ તે બંને ઘણીવાર પાર્ટીઓમાં સાથે જોવા મળતા હતા.
તેમના સંબંધો વિશે ઘણી ચર્ચા થઈ હતી અને હાલમાં જ ૪૯ વર્ષીય એક્ટ્રેસે રણબીર સાથેના તેના અફેરની અફવાઓ પર રિએક્શન આપ્યું હતું અને તેને માત્ર અફવાઓ ગણાવી હતી.‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મથી ઋતિક રોશન સાથે ડેબ્યૂ કરનારી અમીષા પટેલ પોતાની પહેલી ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગઈ. ત્યારબાદ સની દેઓલ સાથેની ‘ગદર’ ફિલ્મમાં પણ આ એક્ટ્રેસને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ બંને ફિલ્મો એક્ટ્રેસના કરિયરની બેસ્ટ ફિલ્મોમાં સામેલ છેઅમીષા પટેલ ઘણી વાર રણબીર કપૂર સાથે જોવા મળી હતી. બંને ઘણીવાર પાર્ટીઓમાં સાથે જોવા મળતા હતા, ત્યારબાદ તેમના અફેરના સમાચાર સામે આવવા લાગ્યા.
હાલમાં એક્ટ્રેસે આ સમાચારો પર પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે તે બંને ફક્ત ફેમિલી ળેન્ડ્સ હતા.અમીષા પટેલ કહે છે, ‘એક સમય હતો જ્યારે અમે સાથે ઘણા ફંક્શનમાં જતા હતા. અમારા ઘણા ફોટા વાયરલ થયા, ક્યારેક કપૂર પરિવારના કાર્યક્રમો દરમિયાન તો ક્યારેક વર્લ્ડ કપ મેચો દરમિયાન. મારા માતા-પિતા ઋષિ કપૂરના ખૂબ સારા મિત્રો હતા, પરંતુ અમારા ડેટિંગના સમાચાર સાચા નહોતા.સની દેઓલની કા-સ્ટાર અમીષા પટેલની પર્સનલ લાઇફ વિશે વાત કરીએ તો, એક્ટ્રેસનું નામ ઘણા પરિણીત પુરુષો સાથે જોડાયું છે. અમીષાના પરિણીત ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ સાથેના સંબંધો, જે તેના કરતા ૮ વર્ષ મોટા હતા, તેમની પણ અફવા ઉડી હતી.વર્ષ ૨૦૦૮માં અમીષા પટેલનું નામ લંડન સ્થિત ઉદ્યોગપતિ કણવ પુરી સાથે જોડાયું હતું.
બિઝનેસમેન સાથેના બ્રેકઅપ પછી, નેસ વાડિયાએ એક્ટ્રેસની લાઇફમાં એન્ટ્રી કરી અને તેમના સંબંધોએ ઘણી હેડલાઇન્સ બનાવી. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, અમીષા પટેલ અને નેડ વાડિયા જીમમાં મળ્યા હતા.અમીષા પટેલનું અંગત જીવન ફરી એકવાર હેડલાઇન્સમાં આવ્યું જ્યારે તેનું નામ પરિણીત નિર્માતા અને ઉદ્યોગપતિ કુણાલ ઠુમર સાથે જોડાયું. મીડિયા રિપોટ્ર્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એક્ટ્રેસ ફિલ્મ મેકર અને તેમની પત્ની સાથે તેમના ઘરમાં રહે છે. જોકે, અમીષા અને મેકરે આ સમાચાર પર ક્યારેય રિએક્શન આપ્યું નથી. અમીષા પટેલનું નામ ઘણા પરિણીત પુરુષો સાથે જોડાયું હોવા છતાં, તેને તેના જીવનમાં સાચો પ્રેમ મળ્યો નહીં. ૪૯ વર્ષની ઉંમરે પણ તે હજુ પણ કુંવારી છેss1